Health

ડેન્ગ્યુનાં રોગથી સાવધાન! આવી રીતે અટકાવો ડેન્ગ્યૂનાં રોગને ફેલાતા.

હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે, ત્યારે અનેક રોગો ફેલાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને મચ્છરો દ્વારા ડેંગ્યુ અને મેલીરિયા જેવા રોગો ફેલાઈ શકે છે, ત્યારે આ દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. અમે આજે આપણે જણાવીશું કે ડેન્ગ્યુ રોગ થી બચવા શું કરવું જોઈએ અને આ રોગ થાય તો ક્યાં પ્રકારના લક્ષણો જોવા મળે છે. આજના સમયમાં ખાસ તકેદારી રાખવી જોઈએ. ડેન્ગ્યૂ રોગ જીવલેણ છે.

ભારતમાં દર વર્ષે ઘણાં લોકોના ડેન્ગ્યુંના તાવથી મૃત્યુ પામે છે. આપણને રોજ સમાચાર પત્ર અથવા ટી.વી.ચેનલ પર ડેન્ગ્યુ તાવનો આતંક જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી, સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી.

ડેંગ્યુ એ એક વિષાણુ-જન્ય રોગ છે બેબરૂપમાં થાય છે: ડેંગ્યુ તાવ અને ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ ડેગ્યુ તાવ તીવ્ર, ફ્લુ જેવી બીમારી છે.ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) વધુ તીવ્ર પ્રકારનો રોગ છે, જેનાથી મૃત્યુ થઈ શકે.ડેંગ્યુ તાવ કે ડીએચએફ હોવાની જેમને શંકા હોય તેમણે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જ જોઇએ.

સખત તાવ અચાનક ચડે , માથાના આગળના ભાગમાં તીવ્ર દુખાવો ,આંખ પાછળનો દુખાવો, જે આંખની ગતિવિધિ સાથે વણસે અને સ્નાયુ  અને સાંધાનો દુખાવો તેનજ સ્વાદ અને ભૂખની સંવેદના મરી જાય.છાતી અને હાથમાં ઓરી જેવી ફોડકીઓ ઉબકા અને ઉલ્ટી જેવા લક્ષણો જણાય છે.

ડેન્ગ્યુના રોગને અટકાવવાના ઉપાય. :- ચોમાસા દરમિયાન બને ત્યાં સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરવો.ઘરમાં યોગ્ય અંતરે પેસ્ટિસાઇડ્સ દ્વારા મચ્છરો નો નિકાલ કરવો. ઘરમાં કે ઘરની નજીક પાણીભરાઈ ના રહે તેનું ધ્યાન રાખવું,ઘરમાં કૂંડાઓમાં કે કુલરમાં પાણી ભરાઈ ના રહે તેનું ધ્યાન રાખવું.ઘરમાં તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી કે જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય.

ચોમાસા દરમિયાન બહાર મળતા ખોરાકનું સેવન ટાળવું.
પગમાં પણ ભેજના કારણે ફંગસ થઇ શકે છે જેનું ખાસ ધ્યાન રાખવું.અને ભીના કપડાં કે મોજા લાંબા સમય સુધી પહેરી ના રાખવા જોઈએ કોઈ પણ ખોરાક લેતા પહેલા,ખોરાક રંધાતા પહેલા અને ટોયલેટ બાદ ખાસ હાથ સાબૂપાણીથી ધોવા.

ચોમાસામાં અનેક પ્રકારના રોગો થઇ શકે છે. પરંતુ યોગ્ય તકેદારી લેવાથી તથા આપણી આજુબાજુ તથા ઘરમાં સ્વચ્છતા જાળવવાથી મોટા ભાગના રોગોને થતા અટકાવી શકાય છે.ખાસ કરીને ઘરની બહાર નીકળો ત્યારે ધ્યાન રાખવું જોઈએ આપણી સાવચેતી થી અને સમજદારી થી આ રોગથી બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!