તમારા શરીરનાં ક્યાં અંગ પર લાખું હોય તો ભાગ્યને શું અસર કરે છે જાણો.
લાખું પરથી મન કે વ્યક્તિ ભવિષ્યનું અનુમાન પણ લગાવી શકાય છે ત્યારે આપણે જાણીશું કે કયા અંગો પર નું નિશાન શું સૂચવે છે. કહેવાય છે જે લોકોના ડાબા કે જમણા ખભા પર બર્થ માર્કનું નિશાન હોય છે તે વ્યક્તિઓને ખાસ કરીને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. તેની સાથે આવા લોકો થોડાક સમય માટે તેમના જીવનમાં વધારે સુખી રહે છે અને તેમનું આખુ જીવન ખુશીથી ભરેલું હોય છે, તેની સાથે જ કહેવામાં આવે છે આવા વ્યક્તિ ક્યારેય તેમના જીવનમાં ખોટા નિર્ણય પણ લઇ લે છે.
જે વ્યકતિઓને ડાબી છાતીની નીચે કોઇ બર્થ માર્ક હોય છે તો તે ખુબ શુભ માનવામાં આવે છે અને આવા વ્યક્તિ તેમના જીવનમાં વધારે પ્રમાણમાં સફળતા હાંસલ કરે છે.તેની સાથે એવું કોઇ નિશાન છાતીની નીચે વાળા ભાગ પર હોય છે તો એવા લોકના ઘરમાં ક્યારેય પણ ધન સંબંધી કોઇ સમસ્યા કે પરેશાની આવતી નથી.
કહેવામાં આવે છે કે જે વ્યક્તિઓના પગના તળિયા પર બર્થ માર્ક હોય છે તે વ્યક્તિ તે દરેક લોકો પર વ્હેમ રાખે છે. જ્યારે આવા લોકો વધારે પ્રભાવશાળી પણ હોય છે, આવા લોકો કોઇપણ નિર્ણય બહુ સરળતાની સાથે લઇ લેતા હોય છે જે યોગ્ય પણ હોય છે. ખરેખર જો માનવવામાં આવે તો આ દરેક વાતો શક્ય જ છે.