Gujarat

તાઉ તે વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્ર પથકને કેવી અસર થઇ જાણો! આટલું નુકસાન વેઠવું પડ્યું.

ગુજરાતમાં અનેક વાવાઝોડા આવ્યા છે, પરતું આજ સુધી આવી તારાજી નથી સર્જી કારણ કે આ પહેલા અનેક વાવાઝોડાનાં સંકટો આવ્યા છે, પરતું દરિયાનાં કાંઠે પહોંચતા જ પોતાની દિશા બદલી નાખી હતી પરતું આ વખતે એવું ન થયું આ વાવાઝોડું ઉના દરિયા કિનારા કાંઠે અથળાયું છે જેના લીધે સૌરાષ્ટ્ર પથક બહુ માઠી અસર પહોંચી હતી.

 

તાઉ તે વાવાઝોડાના લીધે ગીર સોમનાથ, ઉના, દિવ, ભાવનગર, અમેરેલી જિલ્લાને ખૂબ જ અસર થઈ હતી.
ત્યારે ચાલો જાણીએ કે આ વાવાઝોડું ને લીધે ગુજરાત પર શું અસર વર્તાય. ભારે પવન સાથે વરસાદને કારણે લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. રસ્તા પર વાહનવ્યવહારો થંભી ગયા છે.

તાઉ તે વાવાઝોડાને કારણે વાવાઝોડાને કારણે ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લીધે સ્થિતિ વધુ વિકટ બની હતી અને વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ છે. જેની ગતિ ૧૫૦થી ૧૭૫ પ્રતિ કલાકની હતી. જેનાથી જિલ્લાના ૧૧૨૭ ગામોમાં અસર થયેલ છે. જેના કારણે ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારે / અતિભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં કુલ ત્રણ મોત, બે લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ, 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયાં હોવાના અહેવાલ છે.

રાજ્યના 2437 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. સબ સ્ટેશન 220kv ઉપર પણ બંધ પડ્યા છે. સરકારી આંકડા મુજબ, 1081 થાંભલા પડી ગયા છે. 159 રસ્તાઓને નુકસાન થયું છે. 40000 વૃક્ષો પડી ગયા છે અને 196 રસ્તાઓ બંધ થયા છે. ત્યારે આ ખરાબ પરિસ્થિતિ સામે પહોંચી વળવા રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેમજ આજરોજ મોદીજી ગુજરાત આવશે અને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરક્ષણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!