Gujarat

દવાના રુપીયા ના હોવાથી દંપતિએ જવેલર્સ લુટવાનો પ્રયાસ કર્યો, સાઉથ નુ ફિલ્મ જોઈને પ્લાન બનાવ્યો

કોરોના મહામારી મા બેરોજગારી મા સતત વધારો થયો છે અને અનેક લોકો ને હોસ્પીટલ ના બીલ ને કારણે અનેક પરીવારો આર્થિક પડી માગ્યા છે ત્યારે લોકો ચોરી અને લુટફાટ કરવા તરફ આગળ વધી રહ્યા છે. કોરોના કાળ મા ખાસ ગરીબ વર્ગ ને માઠી અસર પહોંચી છે. અમદાવાદ મા એક દંપતીએ જવેલર્સ લુટવાનો પ્રયાસ કર્યો હતો અને કારણ કાઈક આવુ જ હતું.

જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગહના જવેલર્સ નામની એક દુકાન આવેલી છે. જવેલર્સની દુકાનમાં રવિવારે બપોરના સમયે એક દંપતીએ લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. લુંટ કરવા માટે આવેલા યુવક અને યુવતી પાસે પિસ્તોલ, ચાકુ સહીત ના હથિયારો પણ હતા. રવિવારે બપોરના સમયે જવેલર્સના માલિક હરેશ મોદી સહિત ત્રણ લોકો દુકાનમાં બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી.

લુંટ કરવા માટે આવેલા પતિ અને પત્ની હતા. આ દંપતિ એ લુંટ ને અંજામ આપવા માટે ફુલ પ્લાનિંગ થી આવ્યા હતા. પોતાની બાઈક ની નંબર પ્લેટ પર કાપડ ઢાકી ને અને હથિયારો સાથે આવેલા આ પતિ પત્ની ડર ના કારણે પકડાય ગયા હતા અના દુકાન માલીકે પીલીસ ને માહિતી આપતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આ દંપતીની ધરપડક કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે આરોપીનું નામ ભરત ગોહિલ છે અને તેની પત્નીનું નામ યોગીતા છે. ભરત સિલાઈ કામ કરી ને પોતાનુ ગુજરાન ચલાવતો હતો. પરંતુ કોરોના કારણે ધંધો બંધ થય ગયો હતો અને કોરોના કાળ મા પોતાના 20/25 હજાર ક્યાય ફસાઈ ગયા હતા અને આર્થિક સંકડામણમાં ના કારણે આ પગલુ ભર્યુ હોય તેવુ સામે આવ્યુ હતુ અને વધુ તપાસ મા જાણવા મળ્યુ હતુ કે 10 દિવસ પહેલા સાઉથ નુ ફિલ્મ જોઈને પ્લાન બનાવ્યો હતો અને આરોપીએ પત્નીની દવા માટે લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!