Gujarat

દહેજ મા કાર ન મળતા વરરાજા એ લગ્ન અટકાવી જાન પાછી વાળી અને બીજા જ દિવસે સાળા ની મંગેતર સાથે લગ્ન.

રાજસ્થાન ના સિકર જીલ્લા મા એક દહેજ પ્રથા નો મામલો સામે આવ્યો છે જેમા લગ્ન મંડપ મા જ લગ્ન ટુટીગયા ગયા હતા જ્યારે વરરાજા એ દહેજ મા ગાડી માંગી હતી અને ગાડી ન મળતા તે ગુસ્સે થઈ ને જ મંડપ છોડી ને વયો ગયો હતો. જ્યારે દુલ્હના પરીવાર જનો દ્વારા પોલીસ કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન બહાર દુલહનના પરીવારજનો એકઠા થયા હતા. અને આ લગ્ન મા એટલો હોબાળો થયો કે સિકર જીલ્લાના સુમેધાનંન સરસ્વતી એ મધ્યસ્થી થવુ પડયું હતુ.

સમાચાર મુજબ, ચાર દિવસ પહેલા સીકર જિલ્લાની તરપુરા ગ્રામ પંચાયતમાં સુરજારામ રામ જાંગીડની પુત્રી સુભિતાનાં લગ્ન હતાં. જાન 3 જુલાઇના રોજ તેના ઘરે આવી હતી. પરંતુ વરરાજા અજયે ફેરા પહેલા કારની માંગ કરી હતી. જેને સુભિતાના પરિવારના સભ્યોએ આપવાની પાડી હતી. ત્યારે જાન લગ્ન વગર પાછી ફરી આટલુ છ નહી અજયે સુભિતાના ભાઈની કન્યા સાથે લગ્ન કર્યા. જે બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો.

મળતી માહિતી મુજબ બાજવા ગામના રહેવાસી કંચન સાથે સુભિતાના ભાઇ પંકજના લગ્ન નક્કી થયા હતા અને તેઓ જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યા હતા. પરંતુ સુભિતા સાથે સંબંધ તોડ્યા પછી અજયે સોમવારે કંચન સાથે લગ્ન કર્યા. હવે એ જ કંચનના બે ભાઈઓ વીરેન્દ્ર અને જીતેન્દ્ર બુધવારે અજયની બે બહેનો પ્રિયાંશુ અને કિસ્મત સાથે લગ્ન કરવા જશે. આ બધાની વચ્ચે સુભિતાનો પરિવાર અને ગ્રામજનો અજયની ધરપકડની માંગ પર અડગ છે. પોલીસ દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવતાં પીડિતા અને તેના પરિવાર સોમવારે મોડી રાતથી દાડિયા પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા છે.

આ માહિતી મળતા જ સીકર લોકસભા મત વિસ્તારના સાંસદ સુમેદાનંદ સરસ્વતી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ નાયબ અધિક્ષક રાજેશ આર્ય સાથે વાત કરી હતી. તેમણે આ મામલે યોગ્ય તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સીકરના સાંસદ સુમેદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા લોકોને આ પ્રકારના કૃત્યો કરવા લોકશાહી માટે ખૂબ જ ખરાબ ઘટના છે. અમે આકરો વિરોધ કરીએ છીએ અને પીડિતા અને તેના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં બેસીશું. જોકે પીડિતા અને તેના પરિવારજનો પોલીસ સ્ટેશનની બહાર બેઠા છે.

આ મામલે નાયબ જિલ્લા વડા તારાચંદ ધાયલ પણ સોમવારે જિલ્લા પોલીસ અધિક્ષકને મળ્યા હતા. પરંતુ તેમના દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. પીડિતા અને તેના પરિવાર દ્વારા સોમવારની રાતથી જ દાડિયા પોલીસ સ્ટેશનની બહાર ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!