Health

દાદી મા ના 10 દેશી ઓસડીયા ની ટીપ્સ, 10 બીમારી ના ઘરેલુ ઉપચાર

ઘણીએવી બીમારીઓ હોય છે જેના ઈલાજ માટે તમારે બહાર જવાની જરૂર નથી પડતી અને ઘરમા જ એ બીમારી નાં ઉપચાર માટે ઔષધો સરળતાથી મળી રહે છે. અમેં આજે આપને દાદીમા દાસ ઓસડિયા જણાવીશું જે દસ બીમારી દૂર કરશે અને આ લેખ તમારા પરિવારજનો અને મિત્રને શેર કરજો આ ખૂબ અગત્યની માહિતી છે.

1 દાંત ન દુખાવાનો ઈલાજ – જો તમને સખત દાતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગને કતરીને તેને દાંત વચ્ચે મૂકી દેવું અથવા એક રૂમ વઘાણી થોડી રાખીને એ રુને દાંત વચ્ચે દબાવી દેવું. 10 મિનિટમાં દાંતનો દુખાવો બંધ થઈ જશે.2એસીડીટી ઈલાજ- અડધો કપ દૂધ તેંમજ અડધો કપ પાણી લઈને બંનેને મિક્સ કરીને પી જવું જેનાથી 20 મિનિટમાં દુખાવો દૂર થશે.3 ગળું સુકાતું હોય તો રાત્રે કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સવારે એ પાણી પી જવું આમ કરવાથી ગળામાં ખૂબ જ રાહત મળશે. દિવસમાં 2 ત્રણવાર પીવું.

4 ઉનાળામાં ગરમીનો ઈલાજ- જ્યારે તમે બહાર જાઓ ત્યારે પાણીમાં ગોળ ના પલાળી દેવો અને જ્યારે ઘરે આવો ત્યારે તેમાં લીબૂ નીચોવીને એ પાણી પીવાથી ગરમી દૂર થઈ જશે.5 પગ મચકોડાઈ જવો- જ્યારે પગ મચકોડાઈ જાય ત્યારે એક વાટકામાં હળદર અને પાણી લે તેને ખદખદાવી લેવું અને જેવું ઠંડુ થાય એટલે મૂઢ ઘા પર લગાવું અને ત્યારબાદ રૂ લગાવીને પાટો વારી લેવો.

6 ચાંદી પડવી – જો વારંવાર મોઢામાં ચાંદી પડે તો તે જગ્યાએ કાથો લગાવીને લાડ પાડવી આમ કરવાથી મોઢાની ચાંદી દૂર થઈ જશે.7 ગરમીમાં માથું દુઃખતું હોય – જો તમને બહુ માથું દુઃખતું હોય તો દૂધીને ખમણીને એક પોટલીમાં બાંધીને માથા પર રાખવી થોડીવારમાં આ માથાનો દુઃખાવો ઓછો થઈ જશે.

8 ઓરી કે અછબડા નિકળા હોય તો તેને નમાવી લેવા ત્યારબાદ પાણીમાં દ્રાક્ષ ધાણા અને વરિયાળી અને સાકર નાખીને રાત સુધી રેવા દેવાનું ત્યારબાદ બીજા દિવસે ગાડીને તેનું પાણી દિવસમાં 2 વાર પીવું.9 પેસોટી ખસી જવી – જ્યારે પેસોટી ખસી જાય ત્યારે પેટ ઉપર ડુટીનાં ભાગે ઇંઢોણી મૂકી તેના પર ભરેલી ગાગર મુકવી અને 2 ત્રણ મિનિટ રાખવી અને આમ દિવસ માં ત્રણ વાર કરવું ભૂખ્યા પેટે.

10 ગુંમડું થવું – જો તમને ગૂમડું થાય તો અજમાનાં પાન લઈને તેને બંને બાજુ થી શેકી લેવા અને ત્યારબાદ જ્યાં ગૂમડું થયું હોય તેના પર તે પાન લગાવી દેવા આ ઉપચાર રાત્રે જ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!