દિલીપ જોશી એક્ટિંગની સાથે કમાણીમાં પણ છે નંબર વન, જાણો કેટલી છે જેઠાલાલની ઈનકમ

નાના બાળક થી લઈને વડીલો સુધી જો કોઈ કલાકાર ને ઓળખતું હોય અને જેનાં અભિનય થી રોતો માણસ પણ હસતો થઈ જાય એ કલાકાર એટલે જેઠાલાલ! ખરેખર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી માત્ર 13 વર્ષ થી એક સીરિયલમાં અભિનય કરે છે.આ સીરિયલના તેઓ મુખ્ય અભિનેતા છે. તમને જાણીને નવાઈ લાગશે જ્યારે ખબર પડશે કે જેઠાલાલ ની કમાણી કેટલી છે.એવા ઘણા કલાકારો હોય જેમને અનેક સીરિયલના કામ કરીને પૈસા કમાવવા ન હોય છે જ્યારે દિલીપ જોશી એક સિરિયલ થી પોતાનું ઘર ચલાવે છે.

દિલીપ જોશીએ પોતાની દમદાર અભિનયથી પોતાનું નામ દુનિયામાં બનાવી લીધું છે, અને તેમની પાછળ તેમની મહેનત અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ રહેલ છે.
તેઓ ચુસ્ત હરિ ભગત છે અને ક્યારેય પણ રવિ સભા ચૂકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ સિરિયલ તેમને બાપા ની પ્રસાદી રૂપ મળી છે અને મળી તો એવી મળી કે ભવ સુધરી ગયો.શું તમે જાણો છો કે દિલીપે આ શો થી અત્યાર સુધી કેટલી કમાણી કરી છે?

હાલમાં જ મોડિયા રિપોર્ટ એટલેબકે કોઇમોઇએ NetworthDekho.com નાં માધ્યમ થી જાણવા મળ્યું છે કે, દિલીપે અત્યાર સુધીમાં શોમાંથી 5 મિલિયન ડોલરની કમાણી કરી છે, જે આશરે 37 કરોડ રૂપિયા જેટલી છે. આ હકીકતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હોવાથી તદ્દન સત્ય ન સમજવી.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક માત્ર એવો શો છે, જેણે ઘણા કલાકારોની કારકિર્દીમાં ઉમેરો કર્યો છે. જેઠાલાલની ભૂમિકામાં દિલીપ જોશીએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

દિલીપ જોશીએ કોમેડીથી દર્શકોને હસાવવા અને ખુશ કરવામાં નિપુણ છે. તે ‘ક્યા બાત હૈ’, ‘દોર દો પાંચ’, ‘દલ મેં કાલા’, ‘કોરા કાગઝ’, ‘હમ સબ બારાતી’, ‘સીઆઈડી’ જેવા ટીવી શોમાં દેખાયા છે. આ સિવાય દિલીપે ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખિલાડી 420’, ‘ઢૂંડતે રેહ જાઓગે’ અને ‘વોટ્સ યોર રાશી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.છતાં પણ તેમને લોકપ્રિયતા જેઠાલાલના પાત્ર જ દ્વારા મળી જે જીવન અંત સુધી તેઓ આ પાત્ર નિભાવતા રહેશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *