દિવસભર ભારે બફારા બાદ ગુજરાતના આ શહેરોમાં તૂટી પડ્યો ભારે વરસાદ
ગયકાલે દિવસભર ગુજરાતમાં રહ્યો ગરમીનો માહોલ અને લોકો ભારે બફારાથી ત્રસ્ત બન્યા હતા. ગુજરાત ના શહેરોમાં તાપમાન નો પારો ઉંચો રહ્યો અને પ્રિમોન્સૂન ગતિવિધીને કારણે ભેજનું પ્રમાણ પણ ઉંચુ રહેતા પરસેવે રેબઝેબ થઈ જવાય તેવી ગરમીનો અનુભવ કર્યો હતો. ત્યારે રાત્રે 8 વાગ્યા પછી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક શહેરોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
ઉત્તર ગુજરાતના ઊંઝા, મહેસાણા, ડીસા અને પાટણ પંથકમાંથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયા અહેવાલો મળી રહયા છે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસુ બેસવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન ગતિવિધિ જોર પકડી રહી છે અને આ રીતે જ આગામી દિવસોમાં પણ છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ તૂટી પડે તેવી શકયતા હવામાન ખાતાએ પણ વ્યક્ત કરી છે.