દીપિકાએ શ્રી દેવીની અંગત વાત કહેતા, જાહેરમાં બોની કપૂર દીપિકાને ભેટીને રડવા લાગ્યા.
બૉલીવુડ માટે 24 ફેબ્રુઆરી 2018નો દિવસ જાણે અશુભ બની ગયો હતો! 90 દશકાથી લઈને આજના સમયમાં લોકોના દિલોમાં રાજ કરનાર સદાબહાર અભિનેત્રી એટલે શ્રી દેવીનાં મૃત્યુનાં સમાચાર થી માત્ર ફિલ્મજગત નહીં પરંતુ તેમના ચાહકવર્ગમાં પણ દુઃખના વાદળો છવાઈ ગયા હતાં.
આજે તેમના ગયાનાં 4 વર્ષ વીતી ગયું છે છતાં પણ તેમની ફિલ્મોના લીધે તેઓ લોકોના દિલમાં જીવંત છે.
ફિલ્મજગતમાં બોની કપૂર અને શ્રીદેવીની પ્રેમ કહાની ખૂબ જ ચર્ચામાં રહી છે પરંતુ તેમને બંનેનો પ્રેમ અનેક લોકો માટે પ્રેરણાદાયી રહ્યો હતો. મિસ્ટર ઇન્ડીયા ફિલ્મથી શ્રી દેવી બોની કપૂર સાથે નજીકમાં આવી અને આ નિકટતા ક્યારે પ્રેમમાં પરિવર્તન પામી ખ્યાલ ન આવ્યો. જ્યારે શ્રીદેવીના મૃત્યુના થોડા સમય બાદ બોની કપૂર શ્રી દેવીના જીવન વિશે એક બુક લોન્ચ કરી હતી.
આ બુકનું લોન્ચિંગ દીપિકા પાદુકોણનાં હાથે થયું હતું ત્યારે આ દરમિયાન દીપિકા એક રહસ્યમય વાત સૌ પ્રથમ વાર જાહેરમાં કરેલી જે શ્રીદેવી સાથે જોડાયેલ હતી. દીપિકા કહ્યું કે શ્રી દેવી હંમેશા મને સપોર્ટ કરતા રહ્યા છે અને તેઓ મારા માટે ખૂબ જ પ્રિય છે અને હું તેમની નજીક જ હતી. સમય સાથે તેઓ પોતાની દરેક વાતો શેર કરતા એ મેસેજ આજે મારે પાસે છે. 2007 થી મારી ફિલ્મી સફરમાં તેઓ મને ગાઇડલાઇન્સ આપતા રહ્યા છે. આ વાત સાંભળીને બોની કપૂર ભાવુક થઇ ગયા હતા અને આ વીડિયો બહુ વાયરલ થઈલો.શ્રી દેવીની એકઈચ્છા અધૂરી જ રહી ગઈ હતી તેની દીકરીને સિનેમા પડદે જોવાની.