ધ્યાનઃ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી બહાર નિકળવાનો એક સરળ રસ્તો….
ધ્યાન… આ એક એવી પ્રક્રિયા છે કે જેના માધ્યમથી મનુષ્યને જીવનની ઘણીબધી મુશ્કેલીઓમાંથી બહાર નિકળવાનો રસ્તો મળી જાય છે. આપણા ધર્મગ્રંથોમાં ધ્યાનનું ખૂબ મહત્વ સમજાવવામાં આવ્યું છે. અને સૌથી મોટી વાત એ છે કે, હવે તો વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો પણ માને છે કે, ધ્યાન કરવાથી મનુષ્યના જીવનની કેટલીય મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
ધ્યાન આપણી ઋષીપરંપરામાંથી આવેલું છે. પણ અફસોસ સાથે કહેવું પડે કે, આજે આપણે એને ભૂલી ગયા છીએ અને એટલે જ કદાચ અટવાયા પણ છીએ. તો આવો જાણીએ કે, ધ્યાન આપણને કેટલા અને કઈ રીતે ફાયદા પહોંચાડે છે. – બે શબ્દો છે-મેડીટેશન/ધ્યાન અને કોન્ટેમ્પ્લેશન/ચિંતન. આ બંને જુદા શબ્દો છે. ધ્યાન એ શાસ્ત્રમાંથી આવેલ છે જયારે એ ધ્યાનની નજીકનું છે.
સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’ ચીનમાં જઈ ‘ચાન’ બન્યો અને એ જાપાન ગયો તો ‘ઝેન’ બન્યો. – ધ્યાન અને એકાગ્રતા પણ બે જુદા શબ્દ છે. ધ્યાન એ એકાગ્રતાનું એક સ્વરૂપ છે. એકાગ્રતા એ તમામ જ્ઞાનનો સ્રોત છે. જયારે એકાગ્રતા પૂર્ણરૂપે પ્રગટે ત્યારે આપણે ઘણો લાભ લઇ શકીએ. જેમ કે સૂર્યનાં કિરણો કોઈ લેન્સમાંથી પસાર થાય તો એ કાગળ બાળી શકે કેમ કે એનાથી સૂર્યની તમામ ઊર્જા કાગળ પર કેન્દ્રિત થઇ હોય છે એથી એમ થાય છે.
તમારી જાતને પૂછો કે શા માટે ધ્યાન કરવું જોઈએ/ જે લોકો ધ્યાન નથી કરતા તેમણે ઓછામાં ઓછું ધ્યાનના ફાયદા અને તેના કારણો વિષે જાણવું જોઈએ. ઘણી વાર ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે અને ક્યારેક તો આપણે આપણી જાતને આ પડકાર આપીએ છીએ કે હું જો તંદુરસ્ત છું અને સુખી છું તો મારે શા માટે ધ્યાન કરવું જોઈએ? ધ્યાન ખરેખર શું કરી શકે? ધ્યાન તમારા શરીર, મન અને આત્મા માટે અગણિત લાભ આપી શકે છે. ધ્યાનમાં જે આરામ મળે છે તે ગાઢ નીંદ્રાથી પણ વધુ હોય છે.
ધ્યાન બે મુખ્ય ફાયદા છે: ધ્યાન તણાવને શરીરનાં તંત્રમાં પ્રવેશતા રોકે છે.શરીર તંત્રમાં ભેગો થયેલ તણાવ દૂર કરે છે. ધ્યાનના શારીરિક લાભ ધ્યાનથી શરીરમાં ફેરફાર થાય છે અને શરીરના દરેક કોષ નવી શક્તિથી ભરાઈ જાય છે. જેમ જેમ શરીરમાં પ્રાણશક્તિ વધતી જાય છે તેમ તેમ આનંદ, શાંતિ અને ઉત્સાહ મળતા જાય છે.
ધ્યાન કરવાના શારિરિક ફાયદા • બ્લડપ્રેશર ઓછું કરે છે. (લોહી નું દબાણ) • લોહીનાં ક્ષાર ઓછા કરે છે અને આવેશનાં આક્રમણ ઓછા કરે છે • તનાવને લીધે ઉદ્ભવતી પીડા ઓછી કરે છે, જેમકે તનાવનો માથાનો દુખાવો, અલ્સર (ચાંદા), અનીદ્રા, સ્નાયુ અને સાંધાની તકલીફો • સેરેટોનીનનું ઉત્પાદન વધે છે જે મનોદશા (મૂડ) અને વર્તણુક સુધારે છે • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે • જેમ જેમ આંતરિક શક્તિનું મૂળ મળતુ જાય, શક્તિ ની સપાટી વધતી જાય
ધ્યાનના માનસિક ફાયદા ધ્યાન મગજના તરંગો ને આલ્ફા સ્ટૅટમાં લાવે છે જેનાથી દર્દનાશક શક્તિ વધે છે. મન તરોતાજા, કોમળ, (નરમ) અને સુંદર બને છે, નિયમિત ધ્યાન કરવાથી: આવેશ ઘટે છે લાગણીઓની સમતુલતા સુધરે છે સર્જનાત્મકતા વધે,આનંદ – ખુશી વધે, અંતઃસ્ફૂરણા વધે • વિચારોની સ્પષ્ટતા અને મનની શાંતિમાં વધારો• તકલીફો નાની લાગવા માંડે • ધ્યાનથી મન આરામદાયક પરિસ્થિતિને લીધે કેન્દ્રિત અને વિસ્તૃત થઈ વધુ સજાગ બને છે, સજાગ મન વિસ્તૃત ન થાય તો તેને લીધે તનાવ, ક્રોધ અને હતાશા આવે.• ચેતના વિસ્તૃત થાય પણ મન સજાગ ન હોય તો કામ કરવાની આળસ આવે, વિકાસ રૂંધાય, સજાગ મનનું સમતોલન અને ચેતનાની વિસ્તૃતિ પરિપૂર્ણતા લાવે.
આપણે એ વાત સ્વિકારી જ લેવી જોઈએ કે, જો આપણે ધ્યાન કરીશું તો એટલો સમય સુધી મગજ કોઈ પરમ તત્વના સંપર્કમાં રહેશે અને જો એકવાર પરમતત્વ સાથે સંપર્ક થઈ ગયો તો પછી જીવનમાં બીજું જોઈએ શું? જો તમે તમારા જીવનમાં વ્યસ્તતાના કારણે 8 કલાકની પૂર્ણ ઉંઘ નથી લઈ શકતા, તો 2 કલાક ધ્યાન કરો અને જુઓ કે આ 2 કલાકનું ધ્યાન તમને કેટલી બધી સ્ફૂર્તી અને પોઝિટિવીટી અપાવે છે.
આ સિવાય જો તમને રાત્રે નિંદર ન આવતી હોય, મજગમાં વિચારો સતત આવતા હોય, ડિપ્રેશનમાં હોવ, સમસ્યામાં હોવ અને જીવનમાં હવે આગળ શું કરવું તેનો રસ્તો ન સુઝતો હોય તો, તમારા ઈષ્ટ કે કુળદેવીનું (તમે જે ભગવાન માતાજીને માનતા હોય તે) પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી ધ્યાન કરો. તમે પોતે જ અનુભવશો કે, આ કર્મ કરવાથી જીવનમાં રાહત અને શાંતિ મળી છે. તો આવો ધ્યાન કરીએ અને જીવનની મસમોટી મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવીએ.