Gujarat

નવી મુસીબત: 22000 કિમીની ઝડપે પૃથ્વી નજીક આવી રહ્યો છે એસ્ટરોઈડ પૃથ્વી ની આ જગ્યા પર ટકરા ….

2020 અને 2021 નુ વર્ષ ખુબ વિવિધતા ભરેલુ રહ્યુ છે એ ભલે પછી ભલે ખગોળીય ઘટના જ કેમ ના હોય એવી અનેક ઘટના ઓ બની છે જે વર્ષો બાદ બની હોય. હાલ પણ એક એવા સમાચાર આવી રહ્યા છે જે જાણી નવાઈ લાગશે.

અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ ચેતવણી આપતા કહ્યુ છે કે, 250 મીટરનુ કદ ધરાવતો એક એસ્ટરોઈડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. આ એએસ્ટરોઈડ પર નાસા 2006થી નજર રાખી રહ્યુ છે. આ એસ્ટરોઈડ એક જુલાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષાથી અત્યંત નજીક રહીને પસાર થશે.  જો તેના કદ ની વાત કરવામા આવે તો તેનુ કદ બુર્જ ખલિફા ઈમારત જેટલુ છે

આ એસ્ટરોઈડ ગુરૂવાર, 1 જુલાઈના રોજ ધરતી નજીક આવશે. નાસાએ તેને ડેન્જરસની કેટેગરીમાં મુક્યો છે. આવા અનેક એસ્ટરોઈડ પર નાસા નજર રાખી રહ્યુ છે અને ગયાં વર્ષે પણ એક એસ્ટરોઈડ ધરતી ની ખુબ નજીક આવ્યો હતો આ ઉપરાંત નાસા એ અનુમાન લગાવ્યું છે કે આવનાર 100 વર્ષો મા 22 એસ્ટરોઈડ પૃથ્વી ની નજીક આવશે અને ટકરાવાની પણ સંભાવના છે.

એસ્ટરોઈડ એ પ્રકારના પથ્થર હોય છે જે કોઈ ગ્રહની જેમ જ સૂર્યની આસપાસ ફરતા હોય છે. જોકે તેનો આકાર ગ્રહ કરતા ઘણો નાનો હોય છે. પૃથ્વીની સોલર સિસ્ટમમાં મોટાભાગના એસ્ટરોઈડ મંગળ તેમજ જ્યુપિટરની ભ્રમણકક્ષામાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!