નવો ખતરો :જાણો મ્યુકોર માઇકોસિસ રોગ ના લક્ષણો અને કેવી રીતે ફેલાય છે
કોરોના ના થી બચવા માટે આપણે હાલ અનેક પગલાં અને તકેદારી દઈ રહ્યા છીએ ત્યારે એક નવો ખતરો સામે આવ્યો છે જે રોગ નુ નામ મ્મ્યુકોર માઇકોસિસ છે અને આ રોગ ફુગ ને કારણે ફેલાય છે કોરોના ના દર્દી ઓ અને જેઓ ને કોરોના માથી સારુ થય ચુક્યુ છે તેવા દર્દી ઓ ને આ રોગ ની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર મા આરોગ્ય પ્રધાન ના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર મા 2000 થી વધુ આવા કેસો જોવા મળ્યા છે અને 10 થી વધુ લોકો ના મોત અને ઘણા લોકો એ આખો ગુમાવી છે.
મ્યુકોર માઇકોસિસ એ એક ફુગ થી થતી બીમારી છે. જ્યારે ફુગના બીજકણો ના સંસગઁ મા જયારે કોઈ દર્દી આવે ત્યારે આ પ્રકાર નો રોગ થય શકે છે. જો શરીર પર કોઈ ઘા વાગ્યો હોય, છોલાયુ હોય અથવા શરીર મા કોઈ કાપા કાપ થય હોય અને ફુગ ત્વચા મારફતે બહાર થી અંદર પહોંચે ત્યારે આ પ્રકાર નો રોગ થય શકે છે.
આ પ્રકાર નો રોગ ખાસ કરીને કોરોના પોઝિટીવ દર્દી ને અને ડાયાબીટીસ ના દર્દી ઓ ને થાય છે અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ રોગ થી ખતરો છે.
આ બીમારી મ્યુકોર માઇકોસિસ તરીકે ઓળખાતા સુક્ષ્મ જીવાણુંઓ ના સમૂહ દ્વારા થાય છે જે કુદરતી રીતે પર્યાવરણમાં હોય છે અને મોટાભાગે માટી તેમજ પાંદડા, ઉકરડા અને કચરાના ઢગલા જેવી જૈવવિઘટન (સડો) થતી જગ્યાઓ પર જોવા મળે છે.
બિમારી ના લક્ષણો :- મ્યુકોર માઇકોસિસ મા મુખ્ય લક્ષણો જોઈએ તો નાક પર કાળા ડાઘા થવા અથવા રંગ ફિક્કો પડી જવો, આંખોમાં ઝાંખપ અથવા ડબલ દેખાવું, છાતીમાં પીડા, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ઉધરસમાં લોહી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે.
આ રોગ કોરોના દર્દી ને થાય છે પરંતુ દરેક દર્દી ને થાય જ તેવુ નથી અને સમય સાથે યોગ્ય સારવાર થી આ રોગ ને આસાની થી મટાડી શકાય છે.