Health

નાગરવેલના પાન થી ચહેરા પર નાં મસ્સા દૂર થઈ જશે. જાણો ઘરેલુ ઉપચાર.

આજે આપણે એક એવી બીમારી વિશે જાણીશું કે, જન્મજાત પણ હોય છે અને ક્યારેક તો એ ચહેરાની સુંદરતાનું કારણ પણ છે તો ક્યારેક એવાભાગમાં હોય છે જેના લીધે બદસુરત પણ લાગે છે. આપણે વાત કરી રહ્યા છે મસ્સાની જેની સમસ્યાને લીધે અનેક લોકો મુંઝવણમાં હોય છે તો અમે આજે આપને આયુ વૈદિક ઉપચાર દ્વારા તેનો ઉપચાર જાણીશું.

મસ્સા ત્વચા ઉપર ઉપસેલા જોવા મળે છે. તે કોઈ કેન્સર નથી પરંતુ કાળા કલરના ઉભરાયેલા મગના દાણા જેવા હોઈ શકે છે. એ કોઈ રોગ નથી પરંતુ ઘણી વખત તેના કારણે સુંદરતામાં દાગ લાગતો હોય છે. તેથી લોકો તેને કાઢી નાખવા માટે આતુર હોય છે. મસ્સા નું મેન કારણ હ્યુમન પૈપીલ્લોમા વાયરસ છે. તે શરીર ઉપર પીડા રહિત, કડક, અડદ જેવા, કાળા ભૂરા અને ઉપસેલજેવી જે ફોડકી હોય છે, તેને સંસ્કૃતમાં ‘મા’ અને સામાન્ય ભાષામાં મસ્સાકહે છે

અમુક મસ્સા પીડાદાયક અને પરમેનન્ટ હોય છે. તે ઝડપથી ફેલાય છે, અને તેમાંથી ઘણામસ્સા વર્ષો સુધી જળવાઈ રહે છે જેનો ઈલાજ કરવો જરૂરી હોય છે.ચાલો અમે એક એવી વનસ્પતિ વિશે જણાવીશું જેના લીધે આપની સમસ્યા દૂર થઈ જશે.

આ સમસ્યાથી પીડાતા હોય તો તમારા માટે નાગરવેલનું પાન રામબાણ ઉપાય બનશે. હવે અમે આપને જણાવીએ કે કંઈ રીતે તમે આનો ઉપયોગ કરીશું. એક પાન અને થોડો ચૂનો લાવવાનો રહેશે. ચુનાને પાનના નાક ઉપર લગાવીને તલ કે પછી મસ્સા વાળી જગ્યા ઉપર લગાવો. તમારે તેને જ્યાં સુધી સૂકાય નહીં ત્યાં સુધી રહેવા દેવું પડશે. ચૂનો સુકાઈ ગયા બાદ હળવા હૂંફાળા પાણીથી તેને ધોઈ લો.

આમ કરવાથી તમારા ચહેરા પર રહેલા તલ કે પછી મસ્સા એકદમ દૂર થઈ જશે. તલ અને મસ્સા બંને માટે ઉપર જણાવ્યા પ્રમાણે નો પ્રયોગ સૌથી બેસ્ટ રહેશે. આ પ્રયોગની સૌથી મહત્વની વાત છે કે તેના દ્વારા કોઈ દાંત પણ રહેશે નહીં. ત્વચા એકદમ સુંદર અને પહેલા જેવી બની જશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચૂનો તમારે લેવાનો છે જે પાનમાં લગાવવામાંઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!