નાળા છડી કાળાં પર બાંધવા થી આયુર્વેદ દ્રષ્ટિ લાભ દાયક! જાણો શું લાભ થાય.
આપણા હિન્દૂધર્મમાં અનેક એવી વિધિઓ પણ છે, જે આપણા સ્વાથ્યને અસર કરે છે, ત્યારે આજે આપણે એક એવી જ હિન્દૂ પરંપરાની નાડા છડી સાથે જોડાયેલ એક રસપ્રદ વાત જાણીએ.નાડાછડી એટલે કે સૂતરનો લાલ દોરો જેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. તેને મંત્રો સાથે કાંડા ઉપર બાંધવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. જાણકારોના જણાવ્યાં પ્રમાણે નાડાછડી બાંધવાથી શરીરના દોષ ઉપર નિયંત્રણ રહે છે, તેવું માનવામાં આવામાં આવે છે.
આયુર્વેદમાં કાંડા ઉપર નાડાછડી બાંધવાનું મહત્ત્વ છે, એવું કહેવાય છે કે, માથાની વચ્ચેનો ભાગ અને ગુપ્ત સ્થાનનો અલગ ભાગ મણિ કહેવાય છે. ત્યાં જ કાંડાને મણિબંધ કહેવામાં આવે છે. આ અંગે વેદ્ય પ્રશાંત મિશ્રના જણાવ્યા પ્રમાણે માનસિક વિકૃતિ અને યૂરિનને લગતી બીમારીઓથી બચવા માટે મણિબંધ એટલે કાંડાના ભાગને બાંધવામાં આવે છે.
આચાર્ય સુશ્રુતે પોતાના ગ્રંથમાં મર્મ ચિકિત્સામાં કાંડાને શરીરનું મર્મ સ્થાન જણાવ્યું છે. એટલે કાંડાથી શરૂરની ક્રિયાઓને નિયંત્રિત કરવામાં આવી શકે છે. તેના અંગે વૈદ્ય મિશ્રના જણાવ્યા પ્રમાણે ગભરામણ થાય ત્યારે એક હાથના કાંડા ઉપર બીજા હાથની હથેળીને ગોળ-ગોળ ફેરવવી જોઇએ. તેનાથી રાહત મળે છે.