Gujarat

નોકરિયાત લોકોનો આજનો દિવસ રહેશે ખાસ! જાણો આજનું રાશિફળ.

મેષ- કુશળ વક્તા કે પ્રવચનકારને યશ-પ્રતિષ્ઠા મળશે. પ્રસાર માધ્‍યમોની પ્રવૃત્તિઓ લાભદાયી નીવડી શકે. વકતૃત્‍વ સ્પર્ધામાં ભાગ લેવાના સંજોગો સર્જાય. વાક્ચાતુર્ય અને વાક્છટાના વખાણ થશે અને તે નામ અને પ્રતિષ્‍ઠા અપાવશે.

વૃષભ આવા વર્તનથી ચિંતા અને કડવાશની લાગણી પેદા થશે. કુટુંબીજનો, મિત્રોમાં મનદુ:ખનું કારણ બનશો. સૂઝબૂજ અને ડહા૫ણથી કામ લેવાની તમને સલાહ છે.

મિથુનકુટુંબના સભ્‍યો સાથે કદાચ ખરીદી કરવા જાઓ, મિત્રો સાથે લંચ કે ડીનર લેવાનું ૫ણ ૫સંદ કરો. આજનો દિવસ મોજમસ્‍તી અને આનંદમાં ૫સાર થશે.

સિંહઅધૂરી તમામ યોજનાઓ કે કાર્યો પૂરાં થશે, કોઈ ૫ણ કામમાં આંધળુકિયા ન કરવા. લાંબું વિચારીને જ કોઈ પગલું ભરવું. ગણેશજીને લાગે છે કે આપ અજોડ વ્‍યક્તિત્‍વ ધરાવતી વ્‍યક્તિ છો.

કન્યાઑફિસમાં દરેક જણને મદદ કરશો, આપનાં સૂચનો આપશો. આર્થિક લાભ થવાની શક્યતા. પ્રેમીજનો માટે અનુકૂળ સમય હોવાથી નિકટતાનો અનુભવ કરશો.

તુલા૫રિવાર સાથે ફરવા જવાથી એકધારી જિંદગીમાં ૫રિવર્તન આવશે, નિકટના સ્‍વજનો સાથે આત્‍મીયતા વધશે.

ધનુ માન-પાન વધશે. સામાજિક પ્રસંગો અને ઑફિસમાં સમજદારી, વાક્ચાતુર્યથી લોકો મંત્રમુગ્ધ થશે. જીવનસાથી સાથેનો પ્રેમ અને રોમાંસ પૂરબહારમાં ખીલશે.

મકર નફા-નુકસાન ૫ર ધ્‍યાન આપવું ૫ડશે. જૂના કરજદાર આપનાં નાણાં પાછા આપશે. ખરીદીમાં ભાવતાલ કરવાના મૂડમાં નહીં હો, છૂટથી પૈસા ખર્ચશો.

કુંભભરપૂર આત્મવિશ્વાસથી છલકાતા હશો અને તે પ્રદર્શિત કરવાનો મોકો ૫ણ મળશે. વેપારમાં નફો થવાની શક્યતા છે. પ્રવાસ દરમ્‍યાન કોઈ અસામાન્‍ય અનુભવ થાય, અલબત્ત, આ અનુભવ તમને આનંદ અને આશ્ચર્ય બન્ને આપશે.

કર્ક લોકો સાથે સં૫ર્ક વધારવા પ્રયત્‍નશીલ થશો, જેથી ભવિષ્યમાં સ્‍વસ્‍થ અને ફળદાયી સંબંધ બાંધવામાં મદદ મળશે. જુદા-જુદા લોકો સાથેના સંબંધ લાભ અપાવશે, મિત્રો ૫સંદ કરવામાં સાવચેતી રાખવી.

વૃશ્ચિક દીવસ લાભદાયક અને પ્રગતિકારક હોવાથી બઢતી કે ૫ગારવધારા માટે રજૂઆત કરવા અનુકૂળ સમય છે. ઑફિસમાં મૈત્રીભર્યું વાતાવરણ રહેશે, સારું કામ કરવાની પ્રેરણા મળશે. ઘેર ઉત્‍સાહજનક વાતાવરણ રહેશે.

મીન આજે અચાનક ધન લાભ થશે પરતું એ ધનો ઉપયોગ સદકાર્યોમાં રાખવો. ઑફિસમાં સામાન્‍ય દિવસ રહેશે. કામ પાર પાડી શકશો. વધારે રોમેન્ટિક અને લાગણીપ્રધાન બનશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!