પતી પત્ની ને મોત ના કરી શક્યુ અલગ, પતી નુ મૃત્યુ થતા પત્ની એ પણ
પતી અને પત્ની બન્ને સુખ અને દુખ ના ભાગીદાર હોય છે અને ઘણા કિસ્સા ઓ એવા સામે આવે છે કે આ વાત સાચી ઠરે છે મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં આવો જ કિસ્સો જોવા મળ્યો છે, જે તમે વાસ્તવિકતામાં ભાગ્યે જ જોયો હશે.
નીચમજીલ્લા મા ગોઠા ગામે ગોઠા ગામમાં 85 વર્ષનાં શંકર ધોબીનો પરિવાર રહે છે. અચાનક જ રવિવારની રાતે શંકર ધોબીનું મૃત્યુ થઈ ગયુ. જણાવી દઈએ તેમના પત્ની બસંતી બોલી શકતા ન હતા. જ્યારે તેમના પુત્રએ તેને ઈશારામાં વાત સમજાઈ કે, તેના પતિ આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો ધર્મપત્ની બસંતીબાઈ પતિથી દૂર થવાનું દુખ સહન કરી શકી ન હતી અને ફક્ત બે કલાકમાં જ તેણે પણ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
પતી અને પત્ની ના એક જ દિવસે મૃત્યુ થયા હતા અને જન્મ મરણ નો સાથ નિભાવ્યો હતો અને એક સાથે તેવો ના અગ્ની સંસ્કાર કરવામા આવ્યા હતા આ જોઈ દરેક લોકો ભાવુક થયા હતા શંકરભાઈ ધોબી ના પુત્ર એ જણાવ્યું હતુ કે માતા અને પિતા વચ્ચે અતુટ પ્રેમ હતો તેવો એક બીજા વગર ક્યાય જતા નહી. અને પિતા ના મૃત્યુ ની વાત માતા ને ઈશારા મા જમાવી હતી કેમ કે તેમની માતા સાંભળી નથી શકતી ત્યારે તેની આંખ માથી આંસુ ની ધાર થય હતી અને ત્યાર બાદ તેવો એ પણ બે કલાંક મા દુનિયા ને અલવિદા કહી દીધુ હતુ.