પરીવારે એક દીકરી ને ડોલી મા તો બીજી દીકરી ને અરથી મા વિદાય આપી હતી.
પોતાના લગ્ન ધામધૂમ થી થાય એ દરેક યુગલો નુ સપનું હોય છે પરંતુ ઘણા લોકો નુ આ સપનુ પુરું નથી થતુ. મધ્ય પ્રદેશ મા એક અજીબ ઘટના બની છે જે જાણી ને તમને દુખ થાશે. જયા લગ્ન મંડપ મા જ દુલહન નુ મૃત્યુ થયુ હતુ.
મધ્ય પ્રદેશ ના ઈટાવામા સમસપુર ગામ મા લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે લગ્ન ની તમામ વિધી ઓ થય રહી હતી. 25 મે મંગળવારે સુરભીના લગ્ન મંજેશ કુમાર સાથે થય રહયા હતાં. દરમિયાન, અઢી વાગ્યે, અચાનક દુલ્હન ચક્કર આવતા મંડપમાં બેભાન થઈ ગઈ હતી અને હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું હતું. જયા ડોકટર પાસે લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
ત્યાર બાદ લગ્ન ની અડધી રસમ પુરી કરી ચુકેલા વરરાજા ના પરીવાર અને દુલહન ના પરીવાર ની સંમતી થી વરરાજા ના લગ્ન સુરભી ની નાની બહેન નીશા સાથે કરવામા આવ્યા હતા. એટલે કે વરરાજા ની સાળી સાથે જ તેના લગ્ન કરવામા આવ્યા હતા. આમ દુલહન ના પરીવાર મા દુખ નુ આભ ટુટી પડયું હતુ અને એક દીકરી ડોલી મા તો બીજી દીકરી ની અરથી મા વિદાય થય હતી.