Gujarat

પહેલા એવા રાજવી જેઓ સોરઠના કલેક્ટર બન્યા! જાણો આ મહાન રાજવી કોણ હતાં.

કહેવાય છે કે, રાજાનો પુત્ર રાજ બને પરતું આજે આપણે એક એવા રાજવીની વાત કરવાની છે જે કલેક્ટર બન્યા! હા સાચું સાંભળ્યું રાજપુરોના પહેલા કલેક્ટર. પહેલા નાં સમયમાં જૂનાગઢ જિલ્લો સોરઠ જિલ્લા તરીકે ઓળખાતો હતો અને સોરઠ જિલ્લાના પ્રથમ કલેક્ટર કોણ હતા . સોરઠના સદ્ભાગ્યે એ જૂનાગઢના પ્રથમ કલેકટર તરીકે મળ્યા જે વઢવાણના રાજકુમાર હતા, બનેસિંહજી ઝાલા. તેમના પિતાશ્રી જશવંતસિંહજી વઢવાણના રાજવી હતા. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં અને પછીથી ઇંગ્લેન્ડમાં લંડન ખાતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી.

તેઓ કાઠિયાવાડના રાજવી કુટુંબોમાં અને રાજપૂતોમાં પહેલા આઇ.એ.એસ. થયા હતા. આપણા ઘણા લોકો જેને ઇતિહાસ કે રાજ્ય પરંપરા કે રાજમહેલોની વ્યવસ્થાની ખબર નથી હોતી તે એમ જ માને છે કે રાજાના રાજકુમારો તો જલસા કરતા હોય ના એવું નહીં એ પણ જવાબદારી સંભાળતા નિષ્ઠાથી કાર્ય કરતા હતા.

જેઓ લંડનથી અભ્યાસ કરીને આવ્યા પછી વઢવાણના થાણદારની કોર્ટમાં વહીવટી અનુભવ માટે રહ્યા અને પરીક્ષા પાસ કરી હતી. એ પછી ઇ.સ.૧૯૩૩ માં સાદરા અને પાલનપુર ખાતે ડેપ્યુટી પોલિટિકલ એજન્ટનો હોદો તેમણે સંભાળ્યો હતો. આ પછી રેવા એજન્સીમાં હજુર ડેપ્યુટી પોલિટિક્લ એજન્ટ બન્યા હતા જ્યારે ઇ.સ. ૧૯૩૪ માં તેમના વડીલબંધુ વઢવાણના ઠાકોર સાહેબ જોરાવરસિંહજીનું અવસાન થયું ત્યારે વઢવાણ આવ્યા અને રાજ્યના એડમિનિસ્ટ્રેટર કાઉન્સિલના કાઉન્સિલર તરીકે પણ જવાબદારી સંભાળી હતી.

ત્યારબાદ રાજકોટના ડેપ્યુટી પોલિટિક્સ એજન્ટ પણ બન્યા હતા અને રાજકોટ રાજ્યમાં ઉચ્ચ હોદ્દો ભોગવ્યો હતો. આ રાજકુમાર રાજાશાહીમાં તો ઉચ્ચ હોદા ભોગવ્યા પણ આઝાદી મળતાં તેમણે ઇ.સ. ૧૯૪૭ માં હિન્દી સંઘના ઓફિસર તરીકે સ્પેશિયલ ડ્યુટી સંભાળી, હિન્દી સંઘના કાઠિયાવાડના પ્રથમ અધિકારી બન્યા હતા. હિન્દી સંઘની રાજકોટમાં સ્થાપના કરનાર બનેસિંહજી હતા. જે સરદાર પટેલની પસંદગીથી ત્યાં મુકાયા હતા કે આ રાજકુમાર જ અહીં આ હોદા માટે યોગ્ય છે. આજે પણ આવું આજના મંત્રીઓ કરતા હોય તો કેવું સારું. આથી બનેસિંહજીએ કાઠિયાવાડના સેક્રેટરી અને કલેક્ટર તરીકે નામ કમાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!