Gujarat

પાન કાર્ડને આધાર સાથે આવી રીતે ફોનમાંથી જ લિંક કરાવો! કાલથ ચૂકવી પડશે પેનલ્ટી ફી.

હાલમાં સરકારના નીતિ નિયમો અનુસાર આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક અપ કરાવવું ફરજીયાત બન્યું છે, ત્યારે અમે આપને સરળ રીતે સમજાવીશું કે તમે કંઇ રીતે પાન કાર્ડને એટેચ કરી શકો છો.પાન કાર્ડને અધાર સાથે લિંક કરાવાની છેલ્લી તારીખ આજની છે, તેથી જો તમે 30 june  પછી લિંક કરાવશો તો પેનલ્ટી લાગશે. આજે છેલ્લો દિવસ હતો પરંતુ વધુ સમય આપવામાં આવ્યો છે અને હવે અંતિમ તારીખ 30 જૂન છે. તો જદલીથી આ સરળ રીતે તમારું આધારકાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવો.

ઇન્કમટેક્સની વેબસાઈટની મદદથી તને દરેક કર્યો સરળતાથી કરી શકશો જેમકે, જો તમે પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યુ છે પણ તેનુ સ્ટેટસ ખબર નથી અને તમે જાણવા ઇચ્છો છો કે લિંક થઇ ગયુ કે નહી તો તેની પણ એક રીત છે. જેના દ્વારા જાણી શકાય છે કે તમારુ પાન કાર્ડ આધાર સાથે લિંક થઇ ગયુ છે. આ સિવાય તમે પાન કાર્ડનું આધાર સાથે લિંક કરાવાની પ્રક્રિયા આ વેબસાઈટની મદદથી કરી શકો છો.

સૌ પ્રથમ તમારે ઇન્કમટેક્સ ની વેબસાઇટ https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html ને ઓપન કરવી પડશે. તેને ઓપન કર્યા બાદ તમને બે બોક્સ દેખાશે. જેના એક બોક્સમાં તમારે તમારો આધાર નંબર નાંખવાનો રહેશે અને બીજા બોક્સમાં પેન નંબર માંગશે. તેમાં પાન નંબર નાંખીને વ્યુ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. 

તેના પર ક્લિક કરવાથી તમારુ આધાર કાર્ડ પાન સાથે લિંક થઇ ગયુ છે તો તમને સક્સેસનો મેસેજ આવશે. જો આધાર અને પાન લિંક નથી થયા તો તમને તે પ્રકારે સ્ટેટસ બતાવવામાં આવશે. તેનાથી તમે જાણી શકશો કે આ કારણે તમારુ પાનકાર્ડ લિંક નથી થયુ. 

જો પાન અને આધાર લિંક નથી તો તમે તેને ફરીથી લિંક કરવાની રિકવેસ્ટ નાંખી શકો છો. તેના માટે તમારે ઇન્કટેક્સની વૅબસાઇટ પર જઇને પણ લિંક કરી શકો છો. SMSથી PAN અને આધાર લિંક કરવા માટે UIDPAN <12 ડિજીટ આધઆર નંબર> <10 digit  PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મોકલી દો

જે લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યુ તે લોકો 30 june મ પછી લિંક કરાવશે તો તેમને 1000રૂપિયા સુધી લેટ ફાઇન ભરવો પડી શકે છે. તે સિવાય PAN ડિએક્ટિવેટ પણ થઇ શકે છે અને બેન્કના કામ અટકી શકે છે. હવે જલ્દીથી તમારું પાન કાર્ડને આધાર સાથે જોડાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!