પિતા પુત્ર નો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ, પરીવાર ના ચાર સભ્યો ના મોત થતા
કરોના ની બીજી લહેર એટલી ઘાતક સાબીત થય છે કે ઘણા એવા કિસ્સા ઓ સામે આવ્યા છે જેમા કરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ દર્દી નુ મૃત્યુ થયુ હોય આવુ જ કાંઈક જેતલસર ના એક પરીવાર સાથે બન્યુ જયા પરીવાર ના ચાર સભ્યો ના મોત થયા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ જીલ્લા ના જેતલસર ગામે રહેતા રાજેશભાઈ અગ્રવાત અને તેમના પુત્ર ની તબીયત નરમ જાણતા તેમનો આર્ટીફિસીયલ રિપોર્ટ કરાવતા બન્નેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ ઘરે દવા ચાલુ રાખી હતી અને તબીયત વધુ ખરાબ થતા સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં માત્ર ત્રણથી ચાર કલાકની વેન્ટિલેટર પર સારવાર બાદ હોસ્પિટલ તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કરુણતા એટલી હદે થય કે પુત્ર અને પૌત્ર ના મોત ના આઘાત મા પરસોતમભાઈ અને મંગળાબેન પણ ગતરોજ તબિયત લથડતાં અગ્રાવત પરિવારને ત્યાં આભ ટુટી પડયું હતુ. તેમ મંગળાબેનની તબીયત લથડી અને હજુ સારવાર મળે તે પેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું અને ત્યાર બાદ દોઢ કલાકના અંતરમાં જ પરસોત્તમભાઈનું પણ મોત થતાં કોરોનાએ અગ્રાવત પરીવારનો આખો માળો વિખાય ગયો હતો સાસુ-સસરા,પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલા રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે.