પુરુષો એ અઠવાડીયા મા એક વાર અડદ ની દાળ ફરજીયાત ખાવી જોઈએ, જાણો તેનુ કારણ
અડદ ની દાળની અનેક વાનગીઓ બંને છે આ વાત આપણે જાણીએ છે! શિયાળામાં અડદિયા પણ ખાઈએ છી ત્યારે આપણે એ તો જાણીએ છે કે, તે ગુણકારી છે એટલે જ તેનું આપણે સેવન કરીએ છીએ! આજે આપણે આયુર્વેદમાં સૂચવેલ ગુણો વિશે જાણીશું. તેમજ આપણે શિયાળામાં અડદીયાનું સેવન શા માટે કરવું જોઈએ અને તેનાથી શું લાભ થાય છે.
અડદ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદૃઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગધચીકણા, પચ્યા પછી મધુર, આહાર પર રુચિ ઉત્પન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક, વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હૃષ્ટપુષ્ટ કરનાર, તથા હરસ, અર્દિત-મોંઢાનો લકવા, શ્વાસ, પાર્શ્વશુળ અને વાયુનો નાશ કરનાર છે.
અડદનો ઉપયોગ કરવાથી સમાગમ શક્તિ વધે છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વૃદ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિમૈથુનશક્તિ વધારે છે.
જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સમાગમની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદિયો પાક નિયમિત ખાવાં જોઈએ.