GujaratHealth

પેસોટી ખસી જાય તો આયુર્વેદિક ઉપચાર દ્વારા એક દિવસમાં રાહત મળશે.

ઘણા એવા રોગો હોય છે જેની સારવાર કોઈ દવાથી પણ ન થાય! ત્યારે આપણે અચબા માં મુકાઈ જાય છે કે આખરે આનો ઈલાજ કેમ કરવો. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે તમેં પેસોટી ખસી ગઈ હોય તો તેની ઘરે જ ઉપચાર કંઈ રીતે કરશો.

પેસોટી થાય ત્યારે પેટમાં દુઃખાવો થવો, ઝાડા થઈ જવા તેમજ ભુખ ન લાગવી અને ચક્કર આવા જેવા લક્ષણો જોવા મળે છે. પેસોટીની સારવાર કરવી ખૂબ જ કઠિન છે કારણ કે દવા થી તેના પર કોઈ અસર ન પડે.

આયુર્વેદિક ઉપચાર દ્વારા ઘરે જ બેઠા તેની સારવાર કરો.સુકા આંબળાને પીસીને તેનો પાવડર બનાવી, એક ચમચી આંબળાના પાવડરમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરીને નાભિની ચારેય તરફ લગાવી  અને 2 કલાક માટે રાખી મૂકવી.  આ ઉપાય થી પેસોટીની સમસ્યા માંથી રાહત મળી શકે છે.

પેસોટી ખસી ગઇ હોય તો 10 ગ્રામ વરિયાળી લઇને પીસી, તેના પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. 2-3 દિવસ સુધી વરિયાળી અને ગોળનું સેવન કરશો તો  પેસોટી યોગ્ય જગ્યાએ આવી જશે અને આ સમસ્યાથી રાહત મળશે.

દુંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચોળવા કરતાં આ કરવું વધારે સારું છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,તેનો દીવો બનાવી એને પ્રગટાવી એ સળગતો દીવો પેટ પર મૂકવો પછી ઉપર લોટાનું મોં નીચે રાખી થોડોક ઉપર એક બે મિનિટ માટે પકડી રાખવો.

દિવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટા  માં ભરાતો લોટો ગરમ થાય જતો ,લોટને દબાણ સાથે પેટ પર મૂકવાથી દીવો જતો ,લોટામાં રહેલો વાયુ ઠંડો પડી જવાથી લોટો પેટ સાથે ચોંટી જાય અને પેસોટી નો દુખાવો ઓછો થાય . આ સિવાય પેટ પર ઇંઢોણી રાખી તેના પર ભરેલી ગાગર મુકવી અને બે ત્રણ મિનિટ રાખવી આમ ત્રણ ટાઈમ કરવું અને ખાસ ભૂખ્યા પેટે આ પ્રયોગ કરવો.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!