પોતાના જોવ ના જોખમે આ મહિલા 10 વર્ષ થી પશુ પક્ષી અને પ્રાણીઓ ને બચાવે છે…સલામ
ઘણા લોકો એવા હોય છે કે જેમને પશુ પક્ષીઓ માટે ઘણો પ્રેમ હોય છે અને કોઈ પણ જાત ની અપેક્ષા વગર સેવા કરતા હોય છે આવી જ એક મહીલા ની આજે અમે તમને વાત કરવાના છીએ.
21 વર્ષીય મોહમ્મદ સુમા તેલંગાણામાં મહેબુબાબાદમાં રહે છે. છેલ્લા 10 વર્ષથી તે મુશ્કેલીમાં ફસાઈ ગયેલા પશુ-પક્ષીઓની મદદ કરે છે. મોહમ્મદ સુમા ગાય, શ્વાન, બિલાડીઓ, પક્ષીઓ અને અજગર વગેરે જેમાં પશુ પક્ષી ઓ ને પોતાનો જીવ જોખમ મા નાખી ને બચાવવા ની કામગીરી કરે છે તાજેતર મા જ એક તેણે 40 ફૂટ ઊંડાં કૂવામાં પડી ગયેલા શિયાળનાં બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યું. પરંતુ બહાર કાઢ્યા બાદ તેને બચાવી શકાયુ નહોતું.
આ મહિલા એ પશુ પક્ષીઓ ને બચાવવાનું અભિયાન માત્ર 11 વર્ષ ની ઉમરે ચાલુ કરી દીધુ હતુ અને આજ સુધી મા તેમણે અનેક પશુ પક્ષી ઓ ને બચાવ્યા છે. હવે તે રોજ આ જ કામ કરે છે અને તના પિતા પણ આ કામગીરી મા સાથે જોડાઈ છે.
આપને જણાવી દઈએ કે સુમાએ અત્યાર સુધી આશરે 120 થી વધારે પ્રાણીઓ અને પક્ષીઓનો જીવ બચાવ્યો છે. અને ઘણા પ્રાણી પક્ષીઓ ને સારવાર માટે રાખવા પડે છે તો તના માટે એક શેડ ની વ્યવસ્થા પણ ઉભી કરી છે.