Gujarat

પ્રધાનમંત્રીશ્રી આ યોજના થકી કોરોનામાં મૃત્યુ થશે તો 2 લાખ મળશે.

હાલમાં કોરોનાને લીધે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સ્વજનોના મૃત્યુ પછી પરિવારજનોનું શું થાય તે પણ મહત્વનું છે કારણ કે, ઘરની તમામ જવાબદારી તેમના માથે આવે છે અને સાથોસાથ આર્થિક સમસ્યાઓ પણ સર્જાય છે હવે આવા સમય માંથી બહાર આવવા માટે અનેક લોકો માટે પ્રધાનમંત્રી દ્વારા એક ખાસ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને 2 લાખ રૂપિયા મળે છે. ચાલો જાણીએ કે, આ કંઈ યોજના છે અને શું નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ.

PMJJBY સ્કિમ કોરોનાને કારણે થતા મૃત્યુને પણ કવર કરી લે છે. જોકે પોલીસિ હોલ્ડરની ઉંમર 18-50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, જો તમારા કોઈ સ્વજનની મોત કોરોનાને કારણે થઈ છે, અને તેમણે નાણાંકીય વર્ષ 2020-21 આ વીમા પોલિસીને ખરીદી હશે તો 2 લાખ રૂપિયા નોમનીને સરળતાથી મળી જશે. આ સ્કિમ દર વર્ષે 1 જૂનથી 31 મે વચ્ચે ચલાવવામાં આવે છે.

કોરોના વાયરસથી કોઈનું મોત નિપજે તો બેન્ક પાસેથી તમને 2 લાખ રૂપિયાનો વીમો મળી જશે. જો કે આ લાભ મેળવવા માટે તે વ્યક્તિનું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના રજીસ્ટર્ડ હોવું જરૂરી છે. દેશના ગરીબ લોકોનો વીમો કરવાનો ઈરાદો 9 મે 2015થી આ સ્કીમને પીએમ મોદીએ લોન્ચ કર્યો હતો. આ અંતર્ગત 2 લાખનો વીમો મળશે.

એક વ્યક્તિ PMJJBYની સાથે એક વીમા કંપની અને એક બેન્ક ખાતાની સાથે જોડાઈ શકે છે.સ્કીમને વચ્ચે છોડવાવાળી વ્યક્તિને વાર્ષિક પ્રીમિયમની ચૂકવણી કરે અને સારી સ્વાસ્થ્યની જાહેરાત એટલે કે સેલ્ફ ડિક્લેરેશનને જમા કરીને ફરીથી તેમાં જોડાઈ શકે છે.

PMJJBYનો દાવો મેળવવા માટે, વીમાદાતાના નામાંકન /ઉત્તરાધિકારીને તે બેન્ક બ્રાન્ચમાં સંપર્ક કરવાનું રહેશે, ત્યાં બેંક શાખાનો સંપર્ક કરવો આવશ્યક છે. દાવો મેળવવા માટે, વીમા કરારનું મૃત્યુ પ્રમાણપત્ર અને ક્લેઇમ ફોર્મ સબમિટ કરવું પડશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, દાવાની રકમ નોમિનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!