ફાંદ વધવી એ અનેક પુરૂષો ની સમસ્યા છે ચાલો જોઈએ કેમ ઘટાડવી
આજે આપણે એક એવાં રોગ વિશે જાણીશું, જેના લીધે તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરી શકે છે અને અનેક પ્રકારની તમને સમસ્યાઓ તમારી સાથે થઈ શકે છે. વાત જાણે એમ છે કે, તબીબ દ્વારા જાણવા મળ્યું છે, વધારે પડતું વજન થી ડિમેંશિયા રોગ થઈ શકે છે.
આ રોગમાં દર્દીની યાદશક્તિ નબળી પડે છે, જે વ્યક્તિની માનસિક સ્થિતિ પર અસર કરે છે. આ રોગના ભોગ બનેલા વ્યક્તિને તેમની દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે અન્ય પર નિર્ભર રહેવું પડે છે. આ રોગ એટલે ડિમેંશિયા સમયસર સ્થૂળતા પર નિયંત્રણ રાખવામાં આવે તો ડિમેન્શિયાના જોખમને સરળતાથી ઘટાડી શકાય છે. આ રોગના લક્ષણો–વસ્તુઓ ભૂલી જવી, વિચારવું અને સમજવું મુશ્કેલ થઈ જવું, માનસિક રીતે મૂંઝવણમાં રહેવું.
એકાગ્રતામાં ઘટાડો, નવી વસ્તુઓ શીખવાની ક્ષમતામાં ઘટાડો, લોકોને ઓળખવામાં મુશ્કેલી. ચાલો આપણે વજન ઓછું કરવાના ઉપાયો જોઈએ.
સંતુલિત આહાર લો- તમારા આહારમાં દરેક પ્રકારનાં ભોજનનો સમાવેશ કરવો જોઇએ. ફેટ, કાર્બ, પ્રોટીન અને ફાઇબરને આ આહારમાં પર્યાપ્ત માત્રામાં શામેલ કરવું જોઈએ. શરીરનું વજન પ્રોસેસ્ડ, પેકેજ્ડ, જંક, ડીપ-ફ્રાઇડ ફૂડ અને વધુ મીઠી વસ્તુઓથી વધે છે.
ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરો- પ્રોટીન યુક્ત આહાર લો. આહારમાં પ્રોટીન શામેલ કરવા માટે, ઇંડા, દૂધ, ડેરી ઉત્પાદનો, બદામ અને સોયા ઉત્પાદનો, માછલી અને સીફૂડ અને ચિકનને આહારમાં શામેલ કરો.શુદ્ધ ખાંડ કેલરી વધારવા સિવાય કંઇ જ કરતી નથી. ખાંડના વિકલ્પો તરીકે મધ, નાળિયેર ખાંડ, ગોળ લેવાનું પસંદ કરો.
તમારા વર્કઆઉટ રૂટીનમાં દરરોજ કાર્ડિયો, વેઇટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝનો સમાવેશ કરો. યાદ રાખો કે કાર્ડિયો કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. કસરતો શરીરની ચરબી ઘટાડીને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે ચિંતામુક્ત રહો અને વજન ઘટાડવા માટે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની સારી ઊંઘ જરૂરી છે.