ફેફસાને સ્વસ્થ રાખવા શ્વાસની આ પાંચ કરસતો રોજ કરો.
કોરોના વાયરસની બીજી લહેર વિકરાળ બની ગઈ છે જે અનેક અંગો પર ગંભીર અસરો ઉભી કરે છે તેવા શરીરના સૌથી સંવેદનશીલ ભાગોમાંનું એક ફેફસા વધુ અસર થઇ રહી છે અને મોટેભાગે લોકો ઓક્સિજન ન લીધે તેમજ શ્વાસ ન લેવાની તફલિક ને કારણે મુત્યુને ભેટી રહ્યા છે, ત્યારે અમે આપને પાંચ કસરત જણાવીશું શ્વાસની જેનાથી તમને શ્વાસ લેવામાં ક્યારેય તફલિક નહિ આવે.
નાડી શોધન આસનનો ફાયદો-આ આસન દ્વારા ફક્ત ફેફસા પર જોવા મળ્યો છે, પરંતુ તે તમને એન્ઝાયટીને દૂર કરવાનું કામ પણ કરે છે. આ સિવાય તે શરીરની સફાઈ પણ કરે છે. સાથે સાથે તેના દ્વારા તે શરીરની સફાઈ પણ કરે છે. સાથે તે તેના દ્વારા તમારું શરીર પણ તંદુરરસ્ત રહે છે.આ આસન કરવા માટે તમારે જમીન પર ચોકડી મારીને બેસવું પડે છે,પછી ધીરે ધીરે શ્વાસ લેવાનો અને શ્વાસ છોડવાનો છે. તયારે પોતાના જમણાં હાથના અંગૂઠાથી પોતાની જમણી તરફના નાકને બંધ કરીને પોતાના બીજા હાથને પોતાના ઘૂંટણ પર રાખોપછી પોતાના નાકના ડાબી બાજુના ભાગથી શ્વાસ લો અને જમણી બાજુંના નાકને આંગળીથી દબાવીને જમણઈ બાજુથી શ્વાસ છોડો. એક એક કરીને બન્ને નાકના પોલાણથી આવી રીતે રીતને ફરીથી કરો.
ઉજ્જાયી શબ્દનો મતલબ હોય છે કે વિજયી
આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. શ્વસનતંત્ર સાથે જોડાયેલ, આ આસન તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને તણાવ મુક્ત કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય, તે તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને ધ્યાન રાખે છે કે તમારા ફેફસાં યોગ્ય રીતે કાર્ય કરે છે. ચાલો જાણીએ કે ઉજ્જાયા પ્રાણાયામ કેવી રીતે કરવું.આ માટે, સૌ પ્રથમ કોઈ આરામદાયક જગ્યાએ મેડીટેશનની કોઈ પણ મુદ્રામાં બેસો અને આંખો બંધ કરો.હવે લાંબો શ્વાસ લો અને અનુભવો કે હવા તમારી વિંડ પાઇપમાંથી આવી રહી છેઆ પછી, જ્યારે તમને શ્વાસ લેવામાં આરામદાયક લાગે, ત્યારે તમારી વિંડની પાઈપ સહેજ સાંકડી કરો. આ દરમિયાન, તમે એક શ્વાસ લેતા અવાજ સાંભળશો.ત્યાર બાદ તમે મોંની જગ્યાએ નાક દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરો પછી, તમે તમારા ફેફસામાં શ્વાસ લો અને થોડા સમય માટે રોકો પછી છોડો આ રીતે ઉજ્જૈય પ્રાણાયામ મુદ્રા પૂર્ણ થશે.
એબ્ડોમિનલ બ્રિથિંગ-આ આસનથી તમારા શરીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે છે. એબ્ડોમિનલ બ્રિથિંગના કારણે હ્રદયના ધબકારાની રફ્તાર ઘટે છે અને તમારું બ્લડ પ્રેશર નિયંત્રિત રહેવા લાગે છે. આ સિવાય સ્ટ્રેચિંગને પણ આસાન બનાવે છે અને તમને તણાવમુક્ત કરે છે. અહીં જાણી લો આ એબ્ડોમિનલ બ્રિથિંગ કરવાની પ્રક્રિયા.સૌથી પહેલાં તમે જમીન પર પીઠ રાખીને સૂઈને જાઓ.હવે તમે એક હાથ પોતાની ડૂંટી પર અને બીજો હાથ હ્દય પર રાખો.નાકથી શ્વાસ લેવાના શરૂ કરો અને જુઓ કે તમારું પેટ કયા પ્રકારની પ્રક્રિયા કરી રહ્યું છે.હવે પેટના મસલ્સનો ઉપયોગ કરીને મોંઢાથી શ્વાસ છોડવાનું શરૂ કરો
કપાલભાતિ પ્રાણાયામ શ્વાસ છોડવાની પ્રક્રિયા ફટાફટ કરવામાં આવે છે. આ ઘણી બિમારીઓમાં ફાયદાકારક છે. કપાલભાતિને કેટલાક લોકો શરીર સાફ કરવાનું આસાન ગણાવે છે. આ આસનથી લોહી સાફ થાય છે. આ આસાન નિયમિત કરવાથી ફેંફસાં અને મસલ્સ પણ મજબૂત રહે છે.
પર્સ્ડ લિપ બ્રિથીંગ આ આસનમાં તમારે નાક દ્વારા શ્વાસ લઈને મોંઢામાંથી હોઠ દ્વારા છોડવાના હોય છે. તમે આ આસાન નિયમિત કરો છો તો તમને ઘણા ફાયદા થશે. જો શ્વાસ લેવામાં પરેશાની હોય તો આરામથી શ્વાસ લેવાનું શરૂ કરો. આ આપને શાંત રાખે છે કે તમે નિયંત્રિત બનીને શ્વાસ રાખો. જાણો આ કઈ રીતે કરી શકાશે. આ માટે તમે સૌથી પહેલાં જમીન પર આરામદાયક પોઝિશન પર બેસી જાઓ.આ આસાનમાં તમારી કમર એકદમ સીધી હોવી જોઈએ.તમારે નાક દ્વારા શ્વાસ લેવાની છે જેને થોડા સમય માટે પેટમાં ભરી રાખવાની છે. હવે પોતાના હોઠ દ્વારા ધીમેધીમે આ શ્વાસ છોડવાનો છે.આ પ્રકારે 10 વાર શ્વાસ લેવાની પ્રક્રિયા કરો.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી.