બંગાળમાં એક મજૂરની પત્ની બની ધારાસભ્ય! 30 વર્ષની આ મહિલાએ ઇતિહાસ સર્જ્યો બંગાળમાં.

બંગાળમાં ઇલેક્શન સૌ કોઈને ચોંકાવી દિધા છે. ફરીએકવખત દીદીનો જાદુ ચાલી ગયો અને ડબલ હેટ્રિક મારી અને ભાજપ માત્ર 77 સીટો મેળવી શક્યું. આજે આપણે બંગાળ ન એક એવા ઉમેદવારની વાત કરવાની છે જે કોઈ રાજનેતા કે કોઈ કલાકાર નથી પરંતુ સામાન્ય એક શ્રમિક ની પત્ની છે જે ઇલેક્શન લડવા ઉભી હતી અને તેને વિધાન સભાની આ ચૂંટણીમાં વિજય મેળવ્યો ત્યારે ચાલો તેના વિશે જાણીએ.

નંદીગ્રામનીલડાઇમાં મમતાનેપરાજિત કરનાર શુભેન્દુ અધિકારી ભાજપના છાવણીમાં હીરો બનીને ઉભરી આવ્યા છે. આ સિવાય ભાજપમાંથી ચૂંટણી જીતીને એક સામાન્ય મહિલા ચંદના બાઉરી સોલતારા વિધાનસભા મતવિસ્તારમાંથીવિધાનસભામાં પહોંચ્યા અંગેની ચર્ચા થઈ રહી છે.

આ મહિલા એક શ્રમિકની પત્ની છે 30 વર્ષીય ચંદના  તૃણમૂલ કોંગ્રેસનઉમેદવાર સંતોષકુમાર મંડળને 4,000 મતોથી હરાવ્યા. ઝૂંપડામાં રહેતી ચંદના બાઉરીની જીત અંગેની વાત સોશિયલ મીડિયા પર ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

ચંદના બાઉરીએ ચૂંટણી ઉમેદવારી પત્ર ભરતા રજૂ એફિડેવિટ મુજબ તેમની પાસે કુલ 31,985 રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમના પતિની સંપત્તિ 30311 છે. આ સિવાય તેની પાસે ત્રણ ગાય અને ત્રણ બકરા છે. ત્રણ બાળકોની માતા, ચંદના બાઉરીના બાંધકામ ઉદ્યોગમાં મજૂર છે.

ભાજપની ટીકીટ મળતા જ ચંદના બાઉરી ચર્ચામાં આવી હતી. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવતા એનું ભાગ્ય બદલાઈ ગયું છે અને એક સમય એવો હતો જ્યારે તેને કોઈ ઓળખતું પણ ન હતું પરતું હવે આ જીત તેનું જીવન બદલી નાખ્યું અને આમ ભાજપ બંગાળમાં જીતવા દરેક લોકોને ટિકિટ આપી જેમાં સામાન્ય લોકો પણ હતા જેમાં શ્રમિક પરિવારની મહિલા નામ રોશન કર્યું.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *