બજરંગદાસ બાપુએ પરબનાં ધામનાં ઓટલે એક છોકરાની આંખોમાં પરબધામનું ભવવિષ્ય જોયું હતું જે આજે સાચું પડ્યું છે.
સૌરાષ્ટ્રનું સનાતન ધર્મનું પવિત્ર ધામ એટલે પરબ! જ્યાં સંતદેવીદાસ અને માઅમરમાં બેસણા છે, એવા આ ધામમાં માત્ર એક જ સ્વર ગુંજે છે. સંતદેવીદાસ અમરદેવીદાસ. સૌરાષ્ટ્રનું આ ધામ વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ ધામ છે, જ્યાં અનેક સંત મહાત્મા થકી આ ધામ પવિત્ર થયું છે જ્યાંની ધરતીમાં અલૌકિક અને ભક્તિમય તેમજ શાંતિની અનુભૂતિ થાય એવું આ પવિત્ર ધામનો મહિમા ખૂબ જ અનેરો છે, આ ધામ સાથે બજરંગ દાસ બાપુનાં જીવનનો એક યાદગાર પ્રસંગ જોડાયેલ છે.
બજરંગદાસ બાપુ પોતાના જીવનકાળ દરમિયાન સેવા ભક્તિના કાર્યો કરીને આ ધરાને પોતાના ચરાણારવિંદ થી પવિત્ર કરેલ છે ત્યારે ચાલો આપણે આજે પરબ ધામની બાપુની એ લીલા વિશે જાણીએ જ્યારે બાપુ એ જે શબ્દો બોલ્યા હતા એ આજે સાક્ષત સાચા પડ્યા છે.
એકવાર સેવાદાસબાપુએ બજરંગદાસ બાપુને પરબ પધારવાનું નોતરું મોકલ્યું હતું, આ નોતરું સ્વીકારી બાપા પરબ ધામ પહોંચ્યા ત્યારે પરબ ડેલી આગળ જ એક વૃક્ષ નીચે ચૌદ વર્ષનો એક બાળક બેઠો હતો જેના ખોડામાં એક ગલુડીયું હતું જેને ઘા વાગ્યો હતો અને એ ઘા ઉપર તે મલમ લગાવી રહ્યો હતો. આ દશ્ય જોઈને બાપુએ તેની પાસે ગયા અને કહ્યું સંતદેવીદાસ ત્યાં જ છોકરો બોલ્યો અમરદેવીદાસ.
બાપુ નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું ” કરશન ” બસ બાપુ એ આંખો બંધ કરી ત્યાં તો ભવિષ્યનું પરબનાં દર્શન થયા બાપા મુખે થી વેણ નીકળ્યા કે હે સેવાદાસબાપુ આ છોકરાની આંખોમાં મને પરબની જાહોજલાલી જોવા મળી રહી રહી અને આ છોકરાનાં લીધે પરબધામનો મહિમા વિશ્વમાં ગુંજશે અને ખરેખર આ વંચનો સાચા પડ્યા. સમય જતા જતા એ જ કરશન પરબ ધામમાં કરશન બાપુ બન્યા અને મહંત પદે બિરાજમાન થઈને સંતદેવીદાસ અમે અમરમાની કૃપાથી પરબ ધામને ખૂબ જ વિકાસવ્યું અને અનેક સેવાકાર્યો કર્યા અને અંનત જીવોનું કલ્યાણ કર્યું.