Health

બાળકોની અનેક દુખો નુ મુળ કબજીયાત (બાદી), જાણો તેના લક્ષણો અને નિવારણ

પેટની સૌથી ખરાબ બીમારી જો કોઈ હોય તો તે છે, કબજિયાત! મોટી ઉંમરના લોકોને જો આ બીમારીથી અનેક ગણી પીડાઓ સહન કરવી પડતી હોય તો વિચાર કરો કે, નાનાં બાળકોને જો આ કબજિયાત થાય તો કેવી હાલત થતી હશે? આજે અમે આપને આયુર્વેદિક જ્ઞાનમાં તમને જણાવીશું કે કંઈ રીતે તમે બાળક આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરી શકશો.

એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે, જ્યારે પણ બાળકને ઝાડો કડક હોય, ઝાડો કરતાં દુખાવો થાય. ઝાડો કરવા ખૂબ પ્રયત્નો કરવા માંડે. જમીને પેટ ભારે લાગે અને ક્યારેક ઝાડા સાથે કે એકલું લોહી પડે. ઉપરોકત લક્ષણો ધરાવતાં બાળકને કબજિયાત છે તેમ કહેવાય.

બાળકને જો કબજિયાત રહેશે તો તેના લક્ષણો કંઈક આવા જ હશે. બાળક ક્યારેક કૂદકા મારશે, તો ક્યારેક કમરના સ્નાયુ કડક કરશે. તે થોડું આળસુ થઇ જશે. ઊઠીને પણ સૂઇ જવાની ઇચ્છા ધરાવે.

કબજિયાત સાથે તાવ, ઊલટી, ઝાડામાં લોહી પડે, વજન ઘટતું લાગે, પેટ વધુ મોટું લાગે, ગુદા દ્વારે ચીરા પડ્યા હોય અથવા ત્યાંથી આંતરડાનો ભાગ બહાર આવતો હોય તો તરત સારવાર લેવી. કબજિયાતને કારણે પેશાબ ક્યારેક અટકીને આવે, રાત્રે પથારીમાં પેશાબ થવા લાગે. પેશાબમાં રસીનો રોગ ઉથલો મારે જેવા લક્ષણો પણ ક્યારેક જોવા મળે છે.

ઘરેલુ ઉપચાર દ્વારા જ બાળકને આ સમસ્યાથી છુટકારો અપાવી શકાય છે, તે માટે થઈને પૂષ્કળ પ્રવાહી બાળકને આપવું. છાશ, લીંબુપાણી, સંતરા-મોસંબીનો રસ, ટામેટાનો સૂપ બાળકને આપતાં રહેવું. સવારે ઊઠતાં જ એક કપ હુંફાળું પાણી પીવડાવવું. સાથે એક ચમચી મધ પણ આપી શકાય. ઝાડો કરાવવા દીવેલ પીવડાવવાનું ટાળવું. દેશી ઘીનો ખોરાકમાં છુટથી ઉપયોગ કરવો.

ખોરાકમાં દૂધ ઘટાડવું. ફળ, સૂપ, સલાડ વધુ આપવાં. પપૈયું, ભાજીનો સૂપ, વટાણા, ગાજર, કાકડી, કોબી, અંજીરનો વધુ ઉપયોગ કરવો. કાકડીનું છીણ તથા ભાજીના થેપલાં આપવાં. સો ગ્રામ ભાજીમાં ૮૦-૯૦ ટકા પાણી અને ૪ ગ્રામ રેસા હોય છે. સફરજન કે દાડમ કબજિયાત ધરાવતાં બાળકને ન આપવાં. બાળકને રેસાની દૈનિક જરૂરિયાત ૮-૧૦ ગ્રામની હોય છે. આખા ઘઉંની વાનગી જેમ કે ઘી સાથેની ફાડા-લાપસી કબજિયાતમાં ફાયદો કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!