બાળકો મા આ પ્રકાર ના લક્ષણો જોવા મળે તો થય જજો સાવધાન , નવા રોગ નો પગ પેસારો
કોરોના ની બીજી લહેર હવે ધીમે ધીમે સમાપ્ત થવા જય રહી છે તેવુ લાગી રહ્યુ છે અને કેસો આવવાની સંખ્યા ઘટી રહી છે ત્યારે નિષ્ણાંતો એ ત્રીજી લહેર મા બાળકો ને બચાવવા માટે ચેતવ્યા છે.
આ બધા ની વચ્ચે રાજકોટ મા એક નવા સિન્ડ્રોમને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે, રાજકોટમાં મલ્ટી ઓર્ગન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના 15 કેસ સામે આવતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. આ સિન્ડ્રોમ એવા બાળકો મા જ આવી રહ્યા છે જે કોરોના થી નેગેટીવ થયા છે અને લક્ષણો બ્લેક ફંગસ જેવા છે.
જો લક્ષણો ની વાત કરીએ તો શરીર પર સોજો આવવો અને શરીર લાલ થઈ જવાના લક્ષણો સામે આવ્યા છે. આ ઉપરાંત અમુક કીસ્સો ઓ મા તાવ પણ આવે છે. આ ઉપરાંત ઉમર ની વાત કરીએ તો 14 થી 18 વર્ષ ના વાળકો મા આ લક્ષણો જવા મળી રહ્યા છે.
આ સિન્ડ્રોમ મુખ્યત્વે ફેફસા, કિડની અને મગજ સહિતના અંગોને નુકશાન પહોંચાડે છે. પણ જો આપણે શરૂઆતથી જ આ લક્ષણો ઓળખી લઈએ તો આ રોગનો સમયસર ઈલાજ થઈ શકે છે.