Gujarat

બાળક નાકમાં 5 મહિનાથી હતી આવી વસ્તુ!ડોકટરો જ્યારે જોયું તો ચોંકી ગયા…

ખરેખર ક્યારે શું પરિસ્થિતિમાં સર્જાય તે કહી ન શકાય પરતું હા એ જરૂર કહી શકાય કે જેને રામ રાખે એને કોણ ચાખે! જીવન ઉપર વારાની દેન છે, ત્યારે એ જીવ ક્યારે લઈ લેય તે કોઈ નથી કંઈ શકતુ કારણ કે આપણે સૌ તો ભાડાનાં મકામમાં રહીએ છે અને ભાડાનું મકાન ખાલી કરવું જ પડશે! આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરવાની છે, જેમાં એક છોકરા છેલ્લા કેટલાક મહિનાઓ થી નાકમાં બેટરીનો નાનો સેલ અટવાયેલ હતો અને બહુ કઠિન કામ હતું તેને બહાર કાઢવો પરતું આ શક્ય થયું કેવી રીતે તે જાણીએ

રાજકોટના 6 વર્ષના આર્યન હિતેશભાઈ ચૌહાણને પાંચ મહિનાથી શરદી મટતી નહોતી. તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ દુર્ગંધ મારતું પ્રવાહી સતત નીકળતું હતું. આ ઉપરાંત બાજુનું નાક બંધ થઈ જતું હતું અને દુખાવો પણ થતો હતો. ભારે એન્ટિબાયોટિક્સ દવાઓ લેવા છતાં કોઈ સુધારો થયો નહોતો.

તેથી આર્યનને લઇ તેના પિતા ડોક્ટર ઠક્કરની હોસ્પિટલમાં ગયા. જ્યાં તબીબે એક્સ-રે કરાવતા બહાર આવ્યું કે આર્યનના નાકમાં તો જમણી બાજુ કોઈ મેટલની વસ્તુ ફસાયેલી છે હતી અને આથી તબીબે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના દૂરબીન વડે તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી આર્યનના નાકમાં ફસાયેલો બેટરી સેલ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપી માસૂમને રાહત આપી.

તબીબના મતે આ કેસ ગંભીર કહી શકાય તેવો છે. કારણ કે બાળકની ઉંમર માત્ર 6 વર્ષ છે. બેટરી સેલ જેવી ચીજ ખૂબ જ જોખમી ગણાય છે. કારણ કે તેમાંથી નીકળતા ઝેરી કેમિકલ નાકના પડદાને તથા અંદરની ચામડીને નુકસાન પહોંચાડે છે. આથી બાળકના જીવન પર સંકટ પણ આવી શકે છે, પરતું આખરે આ બાળકનો જીવ બચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!