બાળક ને જન્મ આપ્યા બાદ કોરોના ગ્રસ્ત માતા એ દમ તોડ્યો, ખુશિઓ વચ્ચે દુખ
કાળમુખા કરોના એ અનેક લોકો ની ખુશીઓ ને હણી લીધી છે અને અન ક લોકો એ જીવ ગુમાવ્યા છે એવો જ એક દુખ ભરેલી ઘટના બનાસકાંઠા મા પણ બન્યો છે જે જાણી આપણી આખ મા આંસુ આવી જશે.
જાણવા મળતી વિગતો અનુસાર બનાસકાંઠા ના દાંતીવાડા મા ધનીયાવાડ ખાતે રહેતા સરોજબેન ના બે વર્ષ પહેલા ક્રિપાલસિંહ દેવડા સાથે લગ્ન થયા હતા અને સુખી સપંન જીવન ચાલી રહ્યુ હતુ. તેમના શ્રીમંત બાદ તેમના પિયર તેડી લાવ્યા હતા. પરંતુ કુદરત ને કાંઈક બીજુ જ મંજુર હતુ. સરોજબેન કોરોના પોઝિટીવ થયા હતા ત્યાર બાદ તેવો ને સારવાર માટે ડીસા ની ખાનગી હોસ્પીટલ મા ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેઓને પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
જ્યાં, ડિલિવરી દરમિયાન બાળકના જન્મ સાથે જ કોરોનાગ્રસ્ત સરોજબેનનું કરુંણ મોત થયું હતું, અત્યારે બાળકની તબિયત નાજુક હોવાથી તેની સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ લગ્નના 2 વર્ષ બાદ જ ખુશીઓથી ભરેલ આ પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. કુદરતને પણ આ મંજૂર ના હોય તેમ આ જોડી ખંડિત થઈ ગઈ છે. સૌના પ્રિયા અને હંમેશા હસતા અને હસાવતા સરોજબેનના મોતથી પરિવારમાં માતમ જેવો માહોલ છવાયો છે.