બેફામ જીપ ચાલકે મોપેડને ટક્કર મારતા સાત વર્ષ ના માસુમ નુ કરુણ મોત થયુ
હજુ તો અમદાવાદ શિવરંજની હીટ એન્ડ રન ની ઘટના ભુલાઈ નથી ત્યા વડોદરા માથી એક દુખ સમાચાર સામે આવ્યા છે જયાં એક નાના એવા બાળક નુ જીપ નીચે આવી જતા મૃત્યુ થયુ છે. ત્યારે લોકો મા રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરમાં બેફામ બનેલા નબીરાઓએ એક બાળકનો ભોગ લઈ લીધો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં જીપની (Jeep) ટક્કરે સ્કૂટર પર સવાર બાળકનું (Death of Children) કરૂણ મોત થયું છે. બ્લેક કલરની વિકૃત રીતે મોડીફાઇડ થયેલી જીપનો અકસ્માત એટલો ગંભીર હતો કે જીપ ડિવાઇડરને ચીરીને તેની વચ્ચોવચ આવી ગઈ હતી. જાણવા મળતી વિગતો અનુસાર આ બાળક ટ્યૂશન સમાપ્ત કરી અને ભાઈ-બહેન સાથે સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હતો.
કાળા કલર ની જીપ પાછળ સેવ એનીમલ લખેલુ છે અને આ જીપ ના મોટા મોટા ટાયર છે અને કાર મોડીફાઈડ હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે આ કાર આર.ટી.ઓ મા માન્ય હશે કે કેમ ?? સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર કાર ચાલક નશા ની હાલત મા હતો. અને એકસીડન્ટ બાદ સ્થાનીક લોકો એ જ ઈજાગ્રસ્ત ભાઈ અને બહેન ને હોસ્પીટલે પહોચાડયા હતા. જયાં માસુમ બાળક નુ મોત થયુ હતુ. જ્યારે હજુ સુધી આ મામલે માંજલપુર પોલીસે જીપ ચાલકને શોધીને તેની સામે કાર્યવાહી કરી હોવાની કોઈ વિગતો સાંપડી રહી નથી