બે માસ્ક પહેરવાથી કરોના થી બચી શકાશે ?? જાણો શુ કહેવુ છે એક્સપર્ટ નુ
હાલ કરોના નો ડર ખુબ ફેલાયો છે ઘણા લોકો ગભરામણ ના હિસાબે વધારે બીમાર પડે છે અને સાથે સાથે હવે લૉકો સાવચેતી લઈ રહ્યા છે અને માસ્ક પણ પહેરી રહ્યા છે અને ઘણા લોકો ડબલ માસ્ક પહેરી રહ્યા છે તો ચાલો જોઈએ ડબલ માસ્ક પહેરવું જોઈએ કે નહી ???
WHO ના પ્રમુખે પહેલા જ જણાવી દીધુ હતુ કે આવનારા દીવસો મા કરોના નુ સંક્રમણ સતત વધશે આ માટે વૈજ્ઞાનિકો ના મત મુજબ ડબલ માસ્ક પહેરવાથી સુરક્ષા બમણી થય જશે. આ ખુલાસો જામા ઈન્ટરનલ મેડિસીનમાં પ્રકાશિત એક રિસર્ચમાં થયો છે. કોરોના નુ સંક્રમણ અટકાવવા વ્યક્તિગત સાવધાની જેમકે શારીરિક દૂરી, માસ્ક, હાથની સ્વચ્છતા અને વેન્ટિલેશનના પાલનની અપીલ કરવામાં આવી છે.
એક રીચર્સ મા જાણવા મળ્યુ કે બે માસ્ક પહેરવાથી સુરક્ષા બમણી થય જાય છે આ ઉપરાંત અમેરીકાની અન્ય સંસ્થા ઓ એ પણ આ બાબત સાથે સહમતી દર્શાવી હતી.