બોલીવુડની એ અભિનેત્રી જેનું મૃત્યુનું કારણ તેનો પતિ જ ગણાવામાં આવ્યો.
આજે આપણે બૉલીવુડની એ અભિનેત્રી વિશે જાણીશું જેને એક સમયે ફિલ્મી દુનિયામાં રાજ કર્યું હતું અને આજે તે ભલે આ દુનિયામાં નથી પરંતુ તેની ફિલ્મો થકી આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. આ અભિનેત્રીનું આકસ્મિક મૃત્યુ થી ફિલ્મજગતમાં સૌથી મોટી ખોટ વર્તાય. આ અભિનેત્રી તેનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને લોકો તેને જ તેનું મૃત્યુ નું કારણ ગણતા હતા. ચાલો જાણીએ કોણ છે આ અભિનેત્રી.
બોલીવુડમાં શ્રી દેવી એટલે ફિલ્મોની અદાકાર જે દર્શકોને સિનેમા ઘરો તરફ આકર્ષે. શ્રીદેવીએ બાળ કલાકાર તરીકેની શરૂઆત 4 વર્ષની વયે 1967 ની તમિલ ફિલ્મ કંધન કરુનાઇથી કરી હતી, અને એમ.એ. તિરુગમની 1969 ની પૌરાણિક તમિળ ફિલ્મ થુનાઇવેશ મુખ્ય ભૂમિકામાં અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી . તેણીએ તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને રાની મોરા મેરા (1972) સાથે 9 વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મ શરૂઆત કરી હતી . તેણીની પ્રથમ પુખ્ત ભૂમિકા 13 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ મૂંડું મુડેચી કરીને લોકપ્રિયતા મેળવી.
આ સિવાય તેણે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને અઢળક ફિલ્મો આપી જેના ચાંદની ફિલ્મ થી તેને ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને ખાસ કરીને મિસ્ટર ઇન્ડિયા ફિલ્મે તેની તકદિર બદલી. શ્રી દેવી એ દિગ્દર્શક બોની કપૂર સાથે લગ્ન કર્યા અને તે તેની બીજી પત્ની બની કારણ કે તેના પહેલા બોની કપૂરે મોના કપૂર સાથે લગ્ન કર્યા હતાં ખરેખર ફિલ્મજગતના કલાકારનું જીવન અત્યંત રહસ્યમય હોય છે, કારણ કે તમે સપનામાં પણ ન વિચારી શકો તેવું બનતું હોય છે, 24 ફેબ્રુઆરીનાં રોજ એવી ઘટના ઘટી જેણે ફિલ્મજગતની હચમચાવી! દુબઇની એક હોટેલના બાથરૂમ બાથટબમાં ડૂબી જવાથી શ્રી દેવીનું મૃત્યુ થયું અને આજે પણ તેનું મુત્યુનું કારણ અંકબંધ છે કે આ આકસ્મીક મૃત્યુ હતું કે જાણી જોઈને કરેલી હત્યા.