Gujarat

ભજન રુપે કરેલી મહાન સાહિત્યકાર દુલા ભાયા કાગ ની વાણી આજે સાચી પડી રહી છે

દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને સહેજમાં હરાવી દે.

દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્‍કૃતની સાહિત્‍ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય.દુલા કાગનો રાષ્‍ટ્રપ્રેમ પણ અનન્‍ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્‍ય પામવા પ્રયત્‍ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.

દુલા ભાયા કાગ ગુજરાતી સાહિત્ય ના તળપદી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે.કબીરજી ના દોહા જેમ કબીરવાણી તરીકે ઑળખાય છે તેમ દુલાજી ના દોહા કાગવાણી તરીકે ઑળખાય છે.હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.

જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી.કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી.

 અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું.

 મારા ઘર આગળ એક તળાવડી છે. તેમાં ચોમાસે ઘણા દેડકા થાય છે. ત્યાં એક દેડકો ઠેકી ઠેકીને મચ્છરના ગોટામાંથી મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી તો દેડકો ઠેક્યો. દેડકાને છેવટ સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!