ભાવનગર ના આ યુવાને ચંદ્ર પર જમીન ખરીદી કરી, જાણો વિગતે
અવકાશ ને લગતી રોજ અવ નવી શોધ અને રહસ્યો વૈજ્ઞાનિકો ખોલતા હોય છે ચંદ્ર અને મંગળ ને લગતી રોચક વિગતો સામે આવતી હોય છે આ બધા ની વચ્ચે ભાવનગર ના એક યુવકે અજીબ પ્રકાર નો દાવો કર્યો છે. ભાવનગર ના તળાજા તાલુકા ના જાવેદ ગીગાણી એ દાવો કર્યો છે કે તેણે અમેરીકા ની કંપની લુનાર પાસે થી ચંદ્ર પર જમીન ખરીદી કરી છે. જમીન પણ નાની નહી એક એકર ની ખરીદી કરી છે.
જાવેદ ગીગાણી એ આ અંગે ના દસ્તાવેજ જ પણ રજુ કર્યા છે અને તેવો એ જણાવ્યું છે કે ઘણા લાંબા પ્રયાસો પછી આ શક્ય થયુ છે અને આ જમીન ના બદલા મા તેવો એ ચોક્કસ રકમ ડોલરમાં ચુકવી છે.