ભાવનગર ના આ સંત વર્ષો થી છે મૌન અને અન્ન નો દાણો પણ મોઢા મા નથી નાખતા
આપણુ સૌરાષ્ટ્ર એટલે સંતો અને સુરાઓ ની ભૂમી અને સંતો નુ નામ પડે એટલે ભાવનગર ના બગદાણા મા બાપા સીતારામ નુ નામ યાદ આવે બાપા સીતારામ સિવાય પણ અનેક સંતો આપણા સૌરાષ્ટ્ર મા થય ગયા છે. પરંતુ આજે અમે તમને જેની વાત કરવા જય રહ્યા છીએ એ સંત શ્રી કાળુબાપુ ની છે.
ભાવનગર ના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે સંત શ્રી કાળુબાપુ નો આશ્રમ આવેલો છે જયા રોજ અનેક શ્રધ્ધાળુ આવે છે અને આસ્થા નુ સ્થાન બન્યુ છે. આ આશ્રમ ખુબ વિશાળ છે અને રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે અહી જે કોઈ આવે એ ભુખ્યા પેટે જતુ નથી. અને આશ્રમ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન નુ આયોજન પણ કરવામા આવે છે.
આ આશ્રમ ના સંત ની ખાસ વાત એ છે કે બાપુ નુ જીવન એક દમ સાદુ છે શારીરિક પર કંતાન ના વસ્ત્રો અને અને હંમેશ ના માટે મૌન રહે છે.અને પોતાની ઝુપડી મા કલાકો સુધી ધ્યાન ધરે છે. આજ ના જમાના મા પણ કાળુબાપુ જેવા સંતો હયાત છે જે મોધીદાટ મોટરકાર અને આઈ ફોન જેવા ફોન ઉપયોગ નથી કરતા પણ સાદુ જીવન જીવ મા અને લોકો ને ઉપયોગી થવામાં માને છે હાલ કોરોનાકાળ ના હિસાબે આશ્રમ ના અનેક ધાર્મિક કાર્યક્રમો બંધ છે.