મંત્રીમંડળ ની રચના અને ખાતા નો ફાળવણી અંગે ગોપાલ ઈટાલીયા અને ઈ ઈશુદાન ગઢવી એ શુ કહ્યુ???

મુખ્ય મંત્રી કોણ બનશે એના લાંબા સસ્પેન્સ બાદ ભુપેન્દ્ર પટેલને સી એમ બનાવતા અનેક લોકો ના નિવેદનો આવ્યા હતા તો વિરોધીઓ એ તેવો ને ભાજપ ના છેલ્લા મુખ્યમંત્રી તરીકે ગણાવ્યા હતા. અને આ અંગે Hardik Patel અને ગોપાલ ઈટાલીયા એ નિવેદનો આપ્યા હતા. અને હવે ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળ ની રચના થઈ ગઈ હતી જેમાં નો રીપીટ ની થીયરી લાગુ પડી હતી જેથી મોટા નેતાઓના નામ કાપાયા હતા.

મંત્રી મંડળ કોંગ્રેસ માથી ગયેલા ધારાસભ્યો ને પણ સ્થાન આપવામા આવ્યુ છે જેમા મોરબીના બ્રિજેશ મેરજા અને જે.વી. કાકડીયાને મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉ કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાને મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ અંગે ગોપાલ ઈટાલીયા એ એક tweet કર્યુ હતુ.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ટવીટ કરીને લખ્યું હતું કે, આજે સુરત કોર્પોરેશનમાંથી નવા 4 ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. સાથે જ સુરત કોર્પોરેશનમાંથી જ ખૂદ ભાજપ પ્રદેશ પ્રમુખ, એક કેન્દ્રીય મંત્રી અને ચાર રાજ્યમંત્રી થઇ ગયા છે. આ એજ સુરત છે જ્યાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી 27 સીટની સાથે સૌથી મજબૂત વિપક્ષ તરીકે બેઠી છે. જેને જે સમજવું હોય તે સમજે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી ના નેતા ઈસુદાન ગઢવી એ એક ફેસબુક પોસ્ટ લખી હતી તેમા તેઓએ લખ્યુ હતુ. કે “નો રિપીટ થિયરી” એટલે કે બધા જ પડતા મુકાયા. કેમકે બધા જ નિષ્ફળ હતા. આખી સરકાર નીષ્ફળ હતી. એટલે નવા લાવ્યા. નવો વિકાસ કરશે. હજુ થોડા દિવસ પહેલા જ બેશરમ બનીને સફળતાઓ ઉજવી પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો. પ્રજાને લૂંટતી આ ભ્રષ્ટ સરકારને હવે હમેશ માટે ઘરે બેસાડવી પડશે અને પ્રજાના ટેક્સના રૂપિયે નાગરિકોને જ શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને અન્ય તમામ સુવિધાઓ પુરી પાડતી સરકાર ચૂંટી કાઢવી પડશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *