Gujarat

મહાકાળીની કૃપાથી જાણો તમારો આજનો દિવસ કેવો જશે.

મેષ આજનો દિવસ મોજમજા આંનદમય રહેશે. આકસ્મીક ધન લાભ થવાની શક્યતા છે. ઑફિસનું ટેન્‍શન હેરાન કરશે જેનો ઉકેલ ફોન દ્વારા લાવવાની ઇચ્‍છા થશે. અંતે સુખદ લાગણી અનુભવશો.

વૃષભ કામની વ્યિસ્તિતા સારી છે, શરીરને આરામની જરૂર છે, વધારે ૫ડતા કામના ભારણથી તંદુરસ્તીિ ન બગડે તે અંગે સાવધાન રહેવાનું સૂચન છે. આજે સંબંધ ખરાબ થવાની શકયતા હોવાથી વાણી પર વિવેક રાખવો.

મિથુનઅંગત જીવન વ્યાવસાયિક જીવન જેટલું જ અગત્યનું છે. પરિવાર તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરશો, પત્ની-બાળકો સાથે સુખદ ક્ષણ વીતાવશો. પારિવારિક સમય ગાળીને તમે અનોખા આનંદની અનુભૂતિ કરશો.

સિંહ નવી યોજના માટે શુભ દિવસ છે. યોજનાઓ લાંબા ગાળાની હશે અને આપને લાભ આપનારી નીવડે, નવું ઘર કે કાર ખરીદશો. મિત્રવર્તુળ તરફથી લાભ થાય. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરી એકાગ્રતા જાળવી શકશે.

કન્યા  વ્યવસાયને લગતી બાબતો અંગે ચિંતા રહેશે. ચિંતાને નિવારવા માટે સાચી દિશામાં મહેનત કરવાની જરૂર છે. એ બાબતમાં જરૂરી ૫ગલાં લેશો, મહેનત કરશો. ગાડરિયા પ્રવાહમાં કામ નહીં થાય. લક્ષ્યાંક સિદ્ધ કરીને નિશાન તાકો.

તુલા અધૂરાં કામ યોગ્‍ય સમયે પૂરાં થઈ જશે. સમસ્‍યાઓનો ઝડ૫થી વિકલ્પ મળી જશે અને સમસ્‍યા ઉકલી જશે. આપના જોમ અને કોઠાસૂઝના વખાણ થશે. અંગત જીવનમાં વધારે પઝેસિવ બનશો. જોકે વધુપડતું બંધન ઠીક નથી એ યાદ રાખો.

ધનુ દિવસ મિત્રો કે પ્રિયજન સાથે વ્‍યતિત કરશો, રોમાન્ટિક અદાઓથી વિજાતીય પાત્રો ઘાયલ થશે. સાંજે કલ્‍પના અને સર્જનશક્તિ ચરમ સીમાએ હશે એટલે કંઈક ક્રીએટિવ કરી શકશો. ગણેશજી આપને શુભેચ્‍છા પાઠવે છે.

મકર જમીન, સ્‍થાવર મિલકતની લે-વેચ માટે અનુકૂળ સમય નથી. નવા સોદા ૫ર સહીસિક્કા કરવા યોગ્ય સમયની રાહ જોવી. બપોર ૫છી અંગત અને વ્‍યાવસાયિક જીવન સંબંધી કાર્યોમાં સફળતા મળશે

કુંભદેખાવ પ્રત્યે ની સભાનતાને કારણે સૌંદર્ય અને વ્યાક્તિત્વ પ્રભાવશાળી જણાશે. વસ્ત્રોી, ઘરેણાં, ૫રફ્યુમ કે પ્રસાધનો જેવા મોજશોખની વસ્તુભની ખરીદી કરશો. વલણ ઉદાર અને દયાળુ રહેશે. લોકોને મદદ કરવાથી સારું લાગશે.

કર્કઆર્થિક ૫રિસ્થિતિ સુધારવા ઇચ્છ તા હો તો મહેનત કરવી ૫ડશે. સખત ૫રિશ્રમથી દુનિયાને જીતી શકો છો. નોકરી કે વ્યેવસાયમાં કામનું ભારણ ૫રિવાર તરફ દુર્લક્ષ્ય કરાવે, ૫રિવાર સાથે સમય ૫સાર કરશો તો માનસિક તાણ હળવી થશે.

વૃશ્ચિક જે કામ હાથમાં લેશો તેમાં સફળતા હાંસલ થશે, તેથી દિવસનો પૂરેપૂરો લાભ લઈ લેવો. સંતાનોની પ્રગતિના સમાચાર મળશે અને તેમને કારણે ઘરમાં આનંદ અને કિલ્લોલનું વાતાવરણ સર્જશે.

મીન પ્રીય વ્‍યક્તિઓ માટે જાન કુરબાન કરવા તૈયાર થઈ જશો. ખુશીઓનું બલિદાન આપી દેશો. મહત્ત્વનાં કાર્યો બે-ત્રણ દિવસ માટે મોકૂફ રાખવાની જરૂર ૫ડે. જુગારમાં જોખમ ઉઠાવવાથી નુકસાન થવાનો સંભવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!