મહારાજાએ પાછુ વળી ને જોય અને માતાજી નુ ત્યાજ સ્થાનક થયુ
ભાવનગર-રાજકોટ હાઇવે પર ખોડીયાર મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે આ રાજપરા ખોડિયાર મંદિર તરીકે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે આ મંદિરની ચારે તરફ સૌંદર્ય વચ્ચે ધાર્મિક સ્થળ છે ભાવનગર નો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે.
રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલ ૧૮૧૪ ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહીલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારો કર્યો હતો અહીં આઈ શ્રી ખોડીયાર માતાજી ની સોનુ સતર ભાવસિંહજી ગોહીલે ચડાવ્યું હતું કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયા હતા. માઇ ભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન કરે છે ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશ ના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇચ્છતા હતા જેથી આ રાજવી રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માંગતા હતા પરંતુ માતાજીએ પ્રસન્ન થઈ એક શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહી. જેથી મહારાજ આગળ અને પાછળ માતાજી ચાલતા રાજાની સાથે આવેલા ભાવનગર બાજુ આગળ પણ વરતેજ આવ્યા ત્યારે રાજા ના મનમાં સંદેહ જાગ્યો કે ખોડીયાર માતા પાછળ આવે છે કે નહીં??
આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થવા લાગી રાજા એ જયારે પાછું વળીને જોયું આ સ્થળે માતાજી માતાજીનું સ્થાનક થયું. ત્યાર થી વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડીયાર મંદિર રાજપરા મંદિર નારી ચોકડી થી ૯ કિ.મી.ના અંતરે આવેલ છે. પરંતુ મોટાભાગના લોકો ક્યાંથી ચાલીને જવાનું પસંદ કરે છે અને રાજપરા ખોડીયાર મંદિર તરફ ભાવનગર થી ચાલીને જતા દરેક ભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે. રાજપરા ખોડીયાર મંદિર માતાજીનું પ્રાગટ્ય નું સ્થાન અને નાની ખોડીયાર મંદિર એ માતાજી નુ મંદીર આવેલુ છે.
અહીં આવતા ભાવનગર સીટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે ખોડીયાર મંદિર ની બાજુમાં જ તાતણીયો ધરો નામનું તળાવ આવેલું છે રાજપરા બંધનું બાંધકામ ૧૯૩૦થી 1935 ભાવનગરના રાજવી પરિવારે કર્યું હતું ખોડીયાર મંદિર નજીકની ડુંગરમાંથી ઉચ્ચ પ્રકારનો પથ્થર મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓ ભાવનગર સિહોર વરતેજ સ્થળોએથી દર શનિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં યાત્રિકોનો સમુદાય ખોડીયાર મંદિર જતો હોય છે.
આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને જ્યારે જુઓ ત્યારે લોકોનો મહેરામણ ઉમટી પડેલા જોવા મળે છે.