મહારાષ્ટ્રના ખેડૂતો મનાવે છે “પોલા” તહેવાર: થાય છે બળદની પૂજા, જાણો કેમ?

મહારાષ્ટ્રમાં એક અનોખો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારનું નામ પોલા તહેવાર છે. આ દિવસે ખેડૂતો બળદ અને ગધેડાની પૂજા કરે છે. આના કારણો જોવા જઈએ તો બળદ અને ગધેડા ખેડૂતને ખેતીકામમાં મદદ કરે છે અને આમ જોવા જઈએ તો આ બંન્ને પશુઓનું ખેડૂતોના જીવનમાં ખૂબ મહત્વ છે. કારણ કે આ હાંકે છે એટલે પાક લણાય છે.

આ તહેવાર આમતો બળદોને સમર્પિત હોય છે, પરંતુ મહારષ્ટ્રના અકોલા જિલ્લામાં કેટલાક સમુદાયના લોકો આ તહેવારના દિવસે ગધેડાની પૂજા કરે છે. જેને ‘ગધા પોલા’ કહેવામાં આવે છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના ખેડૂતો સમગ્ર વર્ષ તનતોડ મહેનત પ્રત્યે આભાર પ્રકટ કરવા માટે ‘પોલા’ જેને ‘બેલ પોલા’ પણ કહેવામાં આવે છે. આ દિવસે ખેડૂતો બળદો અને સાંઢની પૂજા કરે છે. વાસ્તવમાં આ તહેવાર બળદ, સાંઢ અને ગધેડાને એમના મહેનતની સમ્માન કરવા માટે કરવામાં આવે છે.

જણાવી દઇએ કે આ તહેવાર દર વર્ષે 30 ઓગસ્ટે ઊજવવામાં આવે છે. આ પ્રકારે ભોઇ અને કુંભાર સમુદાયના લોકો ગધેડાનો આભાર અને સમ્માન પ્રકટ કરવા માટે આ દિવસે એમની પૂજા કરે છે. આ સમુદાયના લોકોનું કહેવું છે કે ભાર ઊચકવા ઉપરાંત વરસાદમાં રસ્તા ખરાબ થવા પર ગધેડા ખેતી માટે પાક ઊપાડવા ઘણા ઉપયોગી છે.

આ તહેવારના દિવસે ગધેડાને નહવડાવીને એમને ફૂલોથી સજાવવામાં આવે છે અને એમની પૂજા કરવામાં આવે છે. જો કે અહીંના લોકોનું કહેવું છે કે આ પરંપરા હવે ખતમ થતી જાય છે. જે યોગ્ય નથી. એમનું કહેવું છે કે યુવા બીજા વ્યવસાયને અપનાવી રહ્યા છે. એટલા માટે આ પરંપરા ખતમ થતી જઇ રહી છે.

તહેવારના એક દિવસ પહેલા બડદના ખભા પર હળદર અને માખણ લગાવવામાં આવે છે. હળ અને બડદગાડા સહિત અન્ય ખેતીના કામ કરતા બળદોના ખભા એકદમ કઠણ બની જાય છે. આ માલિશ દ્વારા એ ચામડી પર અજાણતા લાગેલા જખમ પર મરહમ લગાવવામાં આવે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *