મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની વાયરલ ઓડિયો ક્લિપ, ‘તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ…’
હાલ સોસિયલ મીડીયા પર એક ઓડીયો ખુબ વાયરલ થય રહ્યો છે આ કથીત ઓડીઓ ક્લિપ મા જૂનાગઢ એસ.ટી.ડેપોની મહિલા કંડક્ટર સાથે ગરેવર્તણૂક થયાની અને કથિત રીતે ઉપરી અધિકારી દ્વારા શારિરીક સંબંધો કેળવવાની માંગણી કરવામા આવી હોય તેવુ લાગી રહ્યુ છે.
આ સમગ્ર મામલે S.T વિભાગ મા ખળભળાટ મચી ગયો છે આ ખળભળાટના પગલે વાયરલ ઓડિયો ની જાણ જૂનાગઢ એસટીના વિભાગીય નિયામક જી.ઓ. શાહે આ ઘટનાની જાણ થતા તપાસના આદેશ આપ્યા હતા.
મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂકની Viral Audio ક્લિપ, 'તારી પાસે જગ્યા હોય તો કહેજે, દૂધમાં સાકર ભળે એમ…' pic.twitter.com/r7gCgCsC3b
— News18Gujarati (@News18Guj) June 18, 2021
આ ઉપરાંત અણછાજતી માંગણી કરનાર વ્યક્તિની ઓળખ રામકુભા ગઢવી તરીકે થઈ હતી. આમ જેતપુર ડેપોના આ ટીઆઈને કથિત ક્લિપના આરોપોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, ટીઆઈ પર આ આક્ષેપો છે તે કેટલા સત્ય છે તે તો તપાસના અંતે જ જાણી શકાશે. પરંતુ હાલમાં આ ઘટના અંગે ખળભળાટ મચી જવા પામ્યો હતો.