માતા પિતા ઓ માટે ચેતવણી રુપ કીસ્સો, બાળક નુ માથું કુકર મા સલવાયુ
ક્યારેય શું બની જાય એ કોઈ નથી કહી શકતું! ટૂંકમાં એ જ કે સમયને આજ સુધી કોઈ પારખી નથી શક્યું. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાની છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. સોશિયલ મીડિયામાં આ કિસ્સો બહુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકીનું માથું પ્રેસર કુકરમાં અટવાઈ ગયું હતું અને આખરે ડોક્ટરોની મદદ થી કુકરને કાઢવામાં આવ્યું હતુ. ચાલો આ ઘટના વિશે વિગતવાર જાણીએ.
ભવાનગર જિલ્લાનાં એક ગામની આ વાત છે, જેમાં એક બાળકી રમતા રમતા પોતાનું માથું કુમુરમાં નાખી દીધુ હતું અને પછી તો પરિવારના સભ્યોએ અથાગ મહેનત કરી પરતું કુકુર ન નીકળતા તેઓ ડોકટર પાસે ગયા અને ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર જણાતા તાત્કાલીક કુકર કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બાળકીને ઓક્સિજન આપીને આ કુકુર એવી રીતે કટર દ્વારા કાપવામાં આવ્યું કે બાળકીને કોઈ પણ જાતની ઇજા ન પહોચે કારણ કે કટર બહુ તેજ હોઈ છે. થોડી પણ લાપરવાહી બાળકીનું માથાને ઇજા પહોંચાડી શકે તેમ હતું.
ભગવાન અને ડોક્ટરની મહેનત થી બાળકીનું માથું કુકુરમાંથી નીકળી ગયું અને તેને થોડી ઇજા થયેલી એટલે હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવેલી કારણ કે માથામાં સોજો આવી ગયો હતો.
આ તો ઈશ્વરની કૃપા કે વધુ કંઈ થયું નહીં પરંતુ દરેક માતા પિતાઓ પોતાના નાનાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એવી વસ્તુઓ થી દુર રાખવું જોઈએ જે રમતા તેમને કોઈ તફલિકમાં મૂકી દે. આ ઘટના બન્યા બાદ સૌ માતા પિતાને પોતાના બાળકનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.