માનવતાનું રૂપ! ડોક્ટરે એમ્બ્યુલ્સ ન મળતા લારી ચલાવીને એક વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કર્યા
હાલની પરિસ્થિતિમાં માનવતા જ ઈશ્વરની હાજરી પુરી રહી છે, સૌ કોઈ પોતાની યથા શક્તિ મુજબ પોતાનું યોગદાન આપી રહ્યા છે. એક એક જીવ પોતાનું આયુખું છોડી રહ્યું છે ત્યારે પરિસ્થિતિ વિકટ બની છે, પોતાના સ્વજનો અંતિમ સમયમાં પણ તેને એક પળ માટે મડી નથી શકતા કે ન તો તેમનું મુખ જોઈ શક્યા છે.
હાલમાં ગુજરાતની ધરા કોપ મૂકીને વિલાપ કરી રહી છે. કહેવાય છે ને કે, આ સમયમાં પ્રભુ માનવરૂપી દેહને ઈશ્વરીય શક્તિ અર્પિને લોકોની સેવા કરવા પ્રરે છે.ત્યારે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આજે એક કઋણ ઘટના વિશે જાણીશું.
કહેવાય છે ને ને ડોક્ટર ભગવાનનું જ રૂપ છે, આજે દરેક ડોકટરો અનેક જીવોને બચાવવા પ્રત્યન કરી રહ્યા છે અને ડોકટર એ જ માનવતા દર્શાવતા એક વૃદ્ધાને રિક્ષા નહી મળતા હાથ લારી પર નાખીને જાતે રેકડી ચલાવીને વૃદ્ધાને બાજુની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા ખરેખર આ ઘટના જાણીને હૈયું ધ્રુજી જાય.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે. વૃદ્ધાને અશક્તિ હોવાનાં કારણે તેમને હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. જો કે અચાનક તેઓ બેભાઇ થઇને ઢળી પડ્યાં હતા. જેથી તત્કાલ બાજુમાં પડેલી લારીમાં તેમને સુવડાવીને હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. અત્રે નોંધનીય છે કે, હાલમાં કોરોના કાળને કારણે 108 મળવી અશક્ય છે. તેવામાં તેમને લારીમાં જ સુવડાવીને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા ખરેખર માનવતનું આ ઉત્તમ ઉહદહારણ છે.