Gujarat

માનવાતા: નેત્રહીન દંપતિ 2 વર્ષ ની બાળકી ના ઓપરેશન માટે મહીલા પોલીસ ઓફીસરે મદદ કરી

આપણે અવાર નવાર જોતા હોઈએ છીએ કે પોલીસનો સ્વભાવ હંમેશા કડક હોય છે અને લોકો ડરતા હોય છે પરંતુ ઘણા પોલીસ વાળા એવુ કર્ય કરે છે કે આપણા દિલ જીતી લે છે એવા જ કાર્ય પોલીસ ની ટીમે કર્યુ છે જે જાણી ને તમે સલામ કરશો.

આ ઘટના ઓડીશા ની છે જયા નેત્રહીન દંપતી ની દિકરી ને કેન્સર થયુ છે. દિકરી ના માતા અને પિતા બન્ને નેત્રહીન હોવાથી આવક ખુબ ઓછી છે અને દિકરી ના ઓપરેશન માટે પુરતા રુપીયા નથી. આવા સંજોગો મા તેવો એ સોસિયલ મીડીયા ના માધ્યમ થી લોકો ને મદદ ની અપીલ કરી હતી.

જો આ દ્રષ્ટિહીન દંપતિ ની વાત કરવામા આવે તો તેવો ઓડીશા ના ભુવનેશ્વર ના છે અને પિતા નુ નામ અશોકભાઈ છે. અશોકભાઈ ના જણાવ્યા અનુસાર તેને બે વર્ષ ની એક દિકરી છે અને બે દિવસ અગાવ તે રમતા રમતા પડી જતા તેની આંખ મા નુકશાન પહોંચયુ હતુ અને ડોક્ટર ને બતાવતા ડોક્ટરે જણાવ્યું હતુ કે દિકરી નો આઈફબોલ કાઢવા પડશે. જ્યારે વધુ સારવાર મા માલુમ પડયું કે દિકરી ને પ્રાઈમરી ઈનટરાકુલર કેન્સર છે અને ઓપરેશન કરવુ પડશે.

ત્યાર બાદ આ દંપતિ એ સોસિયલ મીડીયા પર મદદ માટે અપીલ કરી હતી અપીલ ની વાત મહિલા પોલીસ ઓફીસર સમિતા મિશ્રા ને થતા તેવો દંપતી ની મદદે પહોંચયા હતા. અને 10000 રુપીયા રોકડા આ દંપતિ ને આપ્યા હતા. ત્યાર બાદ દંપતિ એ તેનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!