માનવ સેવા થકી આ મહિલા પોતાનું જીવન સમર્પિત કર્યું! 15 વર્ષથી અવિરતપણે એમ્બ્યુલન્સની ચલાવી ને દર્દીની સેવા કરે છે.
માનવ સેવા એજ પ્રભુ સેવા! ઘણીવાર આપણે આ સુવાક્ય વાંચેલું હોય છે. ખરા અર્થે આ જ હકીકત પણ છે. આપણે કોઈ જરુરિયાત મંદ વ્યક્તિની મદદ કરીએ તો એનું પુણ્ય આપણને લેખ લાગે! મંદિરમાં જઈને ભગવાની સેવા ભક્તિ કરવાથી વધારે ભગવાન ત્યારે ખુશ થાય છે જ્યારે આપણે આપણી માનવતાની જ્યોય થકી કોઈના જીવન અજવાળું કરીએ.
આજે આપણે એક એવી જ મહિલા વિશે વાત કરીશું જેણે પોતાનું સર્વસ્વ માનવતા સેવામાં અપર્ણ કરી દીધું છે. આમ જ્યાં સ્વંયમ નારાયણી રૂપે સ્ત્રી જ્યારે કોઈ કાર્ય કરે છે તો એ સફળ જ નહીં પરંતુ તેનાથી ઇશ્વર સ્વંયમ દરેક પળે તેની સાથે હોય છે.
આ મહિલા અમદાવાદનાં છે અને તેઓ કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ સારથીની ભુમિકા બજાવી રહ્યા છે. 49 વર્ષથા ગીતાબેન દર્દીઓને ત્વરિત સારવાર માટે પહોંચાડવાથી માંડીને મૃતકને સ્મશાન કે તેના ઘરે લઇ જવાની મહત્વની જવાબદારી નિભાવી હતી. કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમણે અનેક વેદનાઓ સહન કરી હતી. આ તકલીફ અન્ય કોઇ વ્યક્તિને ન પડે તે માટે એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું.
15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવતી મહિલાએ અત્યાર સુધી 5 હજારથી વધારે દર્દી તેમજ ડેડ બોડીને નિયમ સ્થળે પહોંચાડતા હતા. જો કે તેમનાં આ કામ સામે કેટલાક કથિત સમાજનાં રક્ષકો શંકાસ્પદ દ્રષ્ટીએ જોતા હોય છે. જો કે તેવા લોકો અને મહિલાઓ માટે આ ઉત્તમ ઉદહારણ છે. ગીતાબેન પુરોહિત છેલ્લા 15 વર્ષથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવે છે. ગુજરાતનાં દરેકે દરેક ખુણે તેઓ એમબ્યુલન્સ લઇને જાય છે.