Gujarat

મા ગોળીબાર ચાલુ થય ગયો છે હુ પછી કોલ કરીશ… પછી જવાન ના શહીદી ના સમાચાર આવ્યા

કિસ્સો થોડો જુનો છે પણ આજે આપણે આપણા વિર જવાન ને યાદ કરીશુ. થોડા મહિના ઓ પહેલા મે મહિના મા આપણા દશ ના બે જવાનો શહિદ થયા હતા જેમા એક ઉત્તરાખંડ (ગંગોલીહાટ) ના શંકરસિંહ મહેરા અને મુન્સિયારીના ગોકર્ણા દેશ માટે શહીદ થયા હતા.

શહીદ શંકરસિંહ મહેરાની માતાના આંસુ અટકવાનું નામ નહોતા લઈ રહયા જ્યારે તેમને આ ખબર મળી હતી. માતાએ કહ્યું કે દીકરો છેલ્લી વખત બોલ્યો ત્યારે , દીકરાએ માતાને કહ્યું કે મા હમણાં જ ફાયરિંગ શરૂ કર્યું છે, હું પછી ફોન કરીશ … અને પાક ફાયરિંગનો યોગ્ય જવાબ આપતા શંકર ઘાયલ થયા. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, શંકર સિંહ 31 વર્ષના હતા અને 12 મી પૂર્ણ કર્યા બાદ 23 માર્ચ 2010 ના રોજ 21 સેનામાં ભરતી થયા હતા. તેના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. શહીદને 6 વર્ષનો પુત્ર હર્ષિત છે, જે તેના પિતાની શહીદ થયો તે વાતથી અજાણ છે. શહીદ રોજ તેની પત્ની અને માતા સાથે ફોન પર વાત કરતો હતો. શહીદની માતાને છેલ્લા શબ્દો હતા કે મા ગોળીબાર શરૂ થય ગયો છે, હું પછી વાત કરીશ… પણ માતા પુત્રના કોલની રાહ જોતી રહી. પણ જ્યારે શંકરની શહીદીના સમાચાર સાંભળ્યા ત્યારે આખા ગામમાં હંગામો મચી ગયો.

પરંતુ માતાને કહેવામાં આવ્યું ન હતું કે તેનો પુત્ર દેશ માટે શહીદ થય ગયો છે. શનિવારે સવારે જ્યારે લોકો ઘરે આવવા લાગ્યા ત્યારે માતાને કંઈક મોટુ થયુ છે જેથી ગ્રામજનોએ જણાવવું પડ્યું કે તેમનો પુત્ર શહીદ થયો છે. આ સમાચાર સાંભળીને માતા બેહોશ થઈ ગઈ. તે જ સમયે, પત્ની બેભાન થઈ ગઈ પરંતુ 6 વર્ષનો પુત્ર તેનાથી અજાણ હતો.

તમને જણાવી દઈએ કે શહીદ શંકરનું બેકગ્રાઉન્ડ લશ્કરી રહ્યું છે. શહીદ શંકરસિંહના દાદા ભવાન સિંહે બીજા વિશ્વયુદ્ધ લડ્યા હતા. શંકર સિંહના પિતાએ પણ સેનાની પસંદગી કરી હતી અને રાષ્ટ્રીય રાઇફલ્સમાં દેશની સેવા કર્યા બાદ વર્ષ 1995 માં નિવૃત્તિ લીધી હતી. દાદાના પિતાના પગલે ચાલતા, શહીદ શંકર સિંહ અને તેમના નાના ભાઈ નવીન સિંહ પણ સેનામાં જોડાયા. શંકરસિંહના નાના ભાઈ નવીન સિંહ જમ્મુ -કાશ્મીરમાં 7 માં કુમાઉંમાં તૈનાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!