મા દીકરા માટે ચિપ્સ બનાવવા ગઈ, અને ત્યાં જ ગ્રેનેડ ફાટતા 2 વર્ષના દીકરાએ જીવ ગુમાવ્યો.
કહેવાય છે ને કે, એક જ પળમાં ન થવાનું થઈ જાય છે
આપણે વિચાર્યું શું હોય અને પરિસ્થિતિ કેવી સર્જાઈ જાય છે.હાલમાં એક ખૂબ જ દુઃખ ઘટના ઘટી જેમાં 2 વર્ષના માસૂમ બાળકનો જીવ લેવાઈ ગયો. આ ઘટના દરેક માતા પિતા માટે સમજવા જેવી અને સાવચેત રહેવા જેવી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજૌરીમાં ગુરુવારે રાત્રે ભાજપના નેતા જસબીર સિંહના ઘરે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો.
હુમલામાં જસબીર અને તેમના પરિવારના 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સૌથી દુઃખદ વાત એ છે કે આ હુમલામાં 2 વર્ષના વીર સિંહે જીવ ગુમાવવો. વીર જસબીરનો ભત્રીજો હતો. હોસ્પિટલમાં દાખલ જસબીરને હજુ સુધી ખબર તેની માતાને ખબર નથી કે તેના દીકરાનું નિધન થઈ ગયું છે. નાનકડા વીરના મૃતદેહની ચારેબાજુ ઘરના સભ્યો બેઠા હતા.
બનાવ એવો બન્યો કે, વીર ભૂખ્યો જ સૂતો હતો, માતા તેની પસંદની ચિપ્સ બનાવવા ગઈ હતી. ઉઠાડીને દીકરાને ખવડાવે એ પહેલાં જ હુમલો થઈ ગયો. અમારો લાડલો સૂતો હતો, જે કાયમ માટે સૂઈ જ ગયો…ખરેખર હાલમાંઘટના એવી ઘટી છે કે, પરિવાર ઉપ જાણે આભ ફાટી પડ્યું છે, અને સૌ કોઈ શોકમય બની ગયા છે. ભગવાન આ નાના બાળકની દિવ્ય આત્માને શાંતિ આપે.
પરિવારની માંગ છે કે, અમને ન્યાય મળે. જો આ દેશદ્રોહી મર્દ હતા તો સામેથી હુમલો કરત, પીઠ પાછળ ખંજર કેમ ખોપ્યું. આ લોકોએ મારા પરિવારને ખતમ કરી દીધું. બાળકનું શરીર ચાળણી જેવું થઈ ગયું, તેને અહીં જ જીવ ગુમાવ્યો. મારા બાળક સાથે શું દુશ્મની હતી. ભગવાન ન્યાય કરશે, અમે અમારું બાળક ગુમાવી દીધું