GujaratIndia

મુંબઇના ઘાટકોપરમાં જોતજોતામાં કાર જમીનમાં ઉતરી અદ્રશ્ય થઇ ગઇ, જુઓ વીડિયો

મુંબઈ મા છેલ્લા એક અઠવાડીયા થી ખુબ વરસાદ વરસી રહ્યો છે અને ઠાણે સહીત ના વિસ્તાર મા ભારે નુકશાન થયુ હતુ અનેક વૃક્ષો પડી ગયા હતા અને ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ બધા ની વચ્ચે સોસિયલ મીડીયા પર એક વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે.

આ વીડિયોમાં એક સોસાયટીના પાર્કિંગમાં 4 કાર પડેલી છે. જેમાંથી એક કારની આગળ મોટો ભુવો પડે છે. આ ભુવો પાણીથી ભરેલો છે. જેમાં આ કાર ગરકાવ થઇ જાય છે. જોત જોતામાં કાર પાણીમાં અદ્રશ્ય થિ જાય છે. જાણે કે કારને જમની ગળી હોય! કોઇને ખબર પણ ના પડે કે આ જગ્યા પર કોઇ કાર હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ મુંબઈ ના ઘાટકોપર વિસ્તારમાં નો છે તેવુ જાણવા મળી રહ્યુ છે.

 

આ ઉપરાંત જાણવા મળ્યુ છે કે આ અંગે બીએમસી એ જાહેર કર્યુ હતુ કે આ ઘટના એક પ્રાઈવેટ સોસાયટી ને જેને નગર નિગમ સાથે લેવા દેવા નથી અને આ સોસાયટી મા ભુવો પહેલાથી જ હતો અને તેને સીમેન્ટ વડે ઢાકી વાહનો પાર્ક કરાતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!